SURAT

ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડના ‘સૂત્રા ડે’ સ્પામાં ગ્રાહકોને મળતી હતી સ્પેશ્યિલ સર્વિસ

સુરતઃ ઘોડદોડ રોડના વેસ્ટ ફિલ્ડ કોમ્પલેક્ષમાં ‘સુત્રા ડે’ નામે સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર ઉમરા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક મહિલા સંચાલક રંગે હાથ ઝડપાઈ હતી. સંચાલક અન્ય મહિલા સાથે મળી દેહવ્યાપારનો વેપલો કરતા હતા. સ્પા માટે 2 હજાર અને શરીર સુખ માણવાના 5500 રૂપિયા વસુલી મહિલાને 1 હજાર ચૂકવતા હતા. પોલીસે સંચાલકની ધરપકડ કરી અને મહિલાને વોન્ટેડ જાહેર કરી છે.

  • વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ‘સુત્રા ડે સ્પા’ના નામથી કુટણખાનું ચલાવાતું હતું
  • પોલીસે ડમી ગ્રાહક મોકલીને સંચાલક રમઝાનીને પકડી લીધી, માલિક બિમલા ગગનસિંહ વોન્ટેડ

ઉમરા પોલીસની એક ટીમ 26મીના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ઘોડદોડ રોડ વેસ્ટ ફિલ્ડ કોમ્પલેક્ષમાં સુત્રા ડે નામે સ્પાની આડમાં કૂટણખાનું ચાલે છે. બાતમી મળતા એક ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્યાં કાઉન્ટર પર એક મહિલા મળી આવી હતી.

તેને પોલીસની ઓળખ આપી પૂછપરછ કરતા તેનું નામ રમઝાની ઉર્ફે રાની મોહંમદ ખ્વાજા શેખ (ઉં.વ.28,રહે. દેવ આશિષ એપાર્ટમેન્ટ, ઉમરા, મુળ. મુંબઈ વેસ્ટ) હોઈ અને તે સંચાલક તરીકે કામ કરે છે. જ્યારે સ્પા દુકાન માલિક બિમલા ગગન સિંહ બિસ્ત સાથે મળી ગ્રાહકોને શરીર સુખ માણવા મહિલાઓ પુરી પાડે છે અને સ્પાના 2 હાજર તથા શરીર સુખ માણવાના 5500 વસુલે છે તેમાંથી 1 હજાર મહિલાને ચૂકવે છે.

પોલીસે દુકાનમાં પાર્ટીશન પાડી બનાવેલી રૂમો ચેક કરતા એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક મહિલા મળી આવી હતી. પોલીસે સંચાલક મહિલા વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી સ્પાની માલિકને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે 2000 હજાર રોકડ પણ જપ્ત કરી એક ભારતીય મહિલાને દેહવ્યાપારમાંથી મુકત કરાવી હતી.

Most Popular

To Top