બ્રિટનના (Britain) રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. લિઝ ટ્રસના રાજીનામાં બાદ પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક (Rushi Sunak) બ્રિટનના નવા વડાપ્રધાન (Prime Minister) બન્યા છે. તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગાઉ વડા પ્રધાન બોરિસ જોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બનવાની રેસમાંથી ખસી ગયા હતા. ત્યારથી સુનકનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું. છેલ્લી ઘડીએ હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડોન્ટે પણ પીછેહઠ કરી હતી. આ પછી સુનકના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવી હતી. તેઓ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને પ્રથમ બિન-શ્વેત વડાપ્રધાન બનશે. તેઓ 28 સપ્ટેમ્બરે પીએમ પદના શપથ લેશે જ્યારે 29 ઓક્ટોબરે કેબિનેટની રચના થશે.
- લિઝ ટ્રસના રાજીનામાં બાદ પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા
- અગાઉ વડા પ્રધાન બોરિસ જોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બનવાની રેસમાંથી ખસી ગયા હતા
- છેલ્લી ઘડીએ હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડોન્ટે પણ પીછેહઠ કરી
ભારતીય મૂળના સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાને કારણે ભારતમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં એવા મેસે પણ વહેતા થયા હતાં કે 200 વર્ષ ભારતને ગુલામ રાખનાર અંગ્રેજો પર હવે ભારતીય મૂળના ઋષિ સુનક રાજ કરશે. જણાવી દઈએ કે ભારતીય મૂળના ઋષિ સુનક ઈન્ફોસિસના નારાયણ મૂર્તિના જમાઈ છે.
ભારતીય મૂળના 42 વર્ષીય સુનક એકમાત્ર એવા ઉમેદવાર હતા જેમને 100થી વધુ સાંસદોનું સમર્થન હતું. ચૂંટણી લડવા માટે પણ આ સંખ્યા જરૂરી હતી. હાઉસ ઓફ કોમન્સના નેતા, પેની મોર્ડોન્ટ અત્યાર સુધી ઓછો ટેકો મળ્યો હતો. ગયા સપ્તાહની શરૂઆતમાં લિઝ ટ્રુસે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી સત્તાધારી પક્ષ આ વર્ષે ત્રીજા વડાપ્રધાનની પસંદગીમાં વ્યસ્ત હતું. યુકે હાલમાં ગંભીર રાજકીય ઉથલપાથલ અને ગંભીર આર્થિક પડકારોનો પણ સામનો કરી રહ્યું છે.
પ્રીતિ પટેલ સહિત ઘણા લોકોએ સુનકને ટેકો આપ્યો હતો
કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા અગ્રણી ધારાશાસ્ત્રીઓએ જોન્સનની છાવણી છોડીને ભારતીય મૂળના સુનકને ટેકો આપ્યો છે. જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલ, કેબિનેટ મંત્રી જેમ્સ ક્લેવરલી અને નદીમ જહાવીના નામ સામેલ છે. પટેલ ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાન છે જેમણે ગયા મહિને લિઝ ટ્રુસને વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીએ સુનકને નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. આવી સ્થિતિમાં બ્રિટનને પ્રથમ બિન-શ્વેત વડાપ્રધાન મળવાનું નક્કી કરવામાં આવ્યું છે.