World

બ્રિટનનું સૌથી વિશાળ વિમાન વાહક અમેરિકા જતા રસ્તામાં બગડી ગયું

લંડન: બ્રિટનનું (Britain) સૌથી મોટું વિમાન વાહક જહાજ ‘એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ’ અમેરિકા (America) માટે પોર્ટ્સમાઉથ નેવલ બેઝથી રવાના થયા પછી ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારે ખરાબી આવતા અટકી પડયું હતું. જેને રોયલ નૌકાદળે ‘સીમાચિહ્ન’ પ્રાયોગિક મિશન તરીકે વર્ણવ્યું હતું. યુદ્ધ જહાજમાં ‘યાંત્રિક સમસ્યા’ થઈ હોવાનું કહેવાય છે અને સમસ્યાની તપાસ કરવામાં આવી રહી છે. 3 બિલિયન પાઉન્ડનું જહાજ ગયા વર્ષે સંપૂર્ણ રીતે કાર્યરત થયું હતું, તે આઇલ ઓફ વિટના દક્ષિણપૂર્વમાં લંગરાયેલું હોવાના અહેવાલ છે. આ જહાજ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

રોયલ નેવીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આવી રહેલી યાંત્રિક સમસ્યાની તપાસ કરતી વખતે એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ દક્ષિણ કોસ્ટ એક્સરસાઇઝ એરિયામાં રહેશે.’ આ સમસ્યાની જાણ સૌપ્રથમ ‘યુકે ડિફેન્સ જર્નલ’ દ્વારા કરવામાં આવી હતી, જે સંરક્ષણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઓનલાઈન સમાચાર સાઇટ છે, તેણે સ્ટારબોર્ડ પ્રોપેલર શાફ્ટને નુકસાન અંગેના પુષ્ટી કરાયા વગરના અહેવાલોને ટાંક્યા હતા. શનિવારે રોયલ નૌકાદળે ‘જેટ વિમાનો અને ડ્રોનની કામગીરીના ભવિષ્યને આકાર આપવા’ માટે અમેરિકા માટે યુદ્ધ જહાજના પ્રસ્થાનની જાહેરાત કરી.

65,000 ટનના યુદ્ધ જહાજને શરૂઆતમાં ફ્રિગેટ એચએમએસ રિચમોન્ડ, ટેન્કર આરએફએ ટાઈડફોર્સ અને હેલિકોપ્ટર અને ડ્રોનના હવાઈ સમૂહની સાથે તૈનાત કરવાનું હતું, એકવાર વેસ્ટલાન્ટ 22માં તૈનાતી માટે જહાજ ઉત્તર અમેરિકામાં આવે ત્યારબાદ એફ-35બી લડાકુ જહાજ તેમાં તૈનાત થવાના હતાં. રોયલ નેવી મુજબ, એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સે ઉત્તર એટલાન્ટિક ઓર્ગેનાઈઝેશન (નાટો)ના કમાન્ડ શિપ તરીકેની તેની ભૂમિકામાં અમેરિકામાં તેના સમગ્ર મિશન દરમિયાન ઉચ્ચ તૈયારીમાં રહેવાનું હતું, આ જહાજ કટોકટીની સ્થિતિમાં વિશ્વમાં ગમે ત્યાં ઝડપથી તૈનાત કરવામાં સક્ષમ છે.

Most Popular

To Top