દેશના આઝાદીને ૭૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.આઝાદીની પહેલી સરકારથી લઈને આજ સુધીની સરકાર ગરીબી હટાવવાના ઠાલાં વચનો સિવાય બીજું નકકર ખાસ કંઈ કરી શકી નથી.વધુમાં ગરીબી દૂર કરવાના ચકકરમાં આજ સુધી કેટલાંય ગરીબો હંમેશા માટે દૂર થઇ ગયાં, પણ ગરીબી ત્યાંની ત્યાં જ છે. હા, જે પોતાના જીવનમાં અમીરી લાવી શક્યા તેમણે જરૂર ગરીબીને દૂર કરી છે. આ દેશની પ્રજાને હંમેશા કામની વાતો કરતાં પારકી પંચાતમાં જ વધુ રસ પડે છે.જે અમીરો કે ઉદ્યોગ સાહસિકો પોતાના સામર્થ્યથી લાખો લોકોને રોજગાર આપે છે તેમની તો કદર થતી નથી, પણ જે રાજનેતાઓ મોટી મોટી વાતો અને ખોટા વાયદાઓ કરે છે તેમને માથે બેસાડીને નાચે છે.યાદ રાખો, રાજનીતિ જ જીવન નથી.જીવનની દરેક બાબતમાં રાજનીતિ યોગ્ય ન જ કહેવાય.તમે તમારા જીવનમાં અનુભવે શીખ્યા જ હશો કે તમે જીવનમાં એક વાર સફળ થઈ જાવ, પછી આ બધી જ વાતો,નિયમો,સિધ્ધાંતો ગૌણ બની જાય છે. તો રાજનીતિ અને રાજનેતાઓનો મોહ છોડી જીવનમાં અમીરી લાવો અને જીવનને સફળ બનાવો.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
