National

બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણના કાફલાએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, 1 ગંભીર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) કૈસરગંજ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) ઉમેદવાર કરણ ભૂષણ સિંહના (Karan Bhushan Singh) કાફલાએ 29 મે ના રોજ મોટો અકસ્માત સર્જ્યો હતો. અસલમાં કરણના કાફલામાં ચાલતી ફોર્ચ્યુનર કારે ત્રણ બાળકોને કચડી નાખ્યા હતા, જેમાંથી બે બાળકોના ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યા હતા. ત્યારે ત્રીજા બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કરણ ભૂષણ સિંહ ભાજપાની કૈસરગંજ સીટના વર્તમાન સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર છે. જ્યારે બુધવારે કરણસિંહનો કાફલો બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમના કાફલાની ફોર્ચ્યુનર ગાડીએ ત્રણ બાળકોને કચડી નાખ્યા હતા, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ત્રીજા બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ત્રણ બાળકોને કચડ્યા બાદ પણ કરણસિંહનો કાફલો રોકાયો ન હતો કે કરણ સિંહે પણ ગાડીમાંથી બહાર નીકળી ઘટનાનું નિરક્ષણ કર્યું ન હતું.

કૈસરગંજના શક્તિશાળી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણનો કાફલો જિલ્લાના કર્નલગંજ કોતવાલી વિસ્તારના કર્નલગંજ હુઝુરપુર રોડ પર હુઝુરપુર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોને કરણ ભૂષણના કાફલાની ફોર્ચ્યુનર ગાડીએ કચડી નાખ્યા હતા.

અકસ્માત કર્યા બાદ કરણ ભૂષણનો કાફલો ન તો ઘટનાસ્થળે રોકાયો કે ન તો કરણ ભૂષણ પોતે નીચે ઉતરીને બાળકોની સુખાકારી જાણવાનો પ્રયાસ કર્યો. કાફલો બાળકોને કચડી નાંખતો આગળ વધી ગયો અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ ત્રીજા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ લોકોએ રસ્તો રોકી કાર્યવાહીની માંગ કરી હતી.

અકસ્માત બાદ કરણ ભૂષણનો કાફલો આગળ વધી ગયો ત્યારે ઘટના સ્થળે હાજર લોકોએ જ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તેમજ આ મામલાની જાણ પોલોસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ કૈસરગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે એસ્કોર્ટ લખેલી ફોર્ચ્યુનર કારને જપ્ત કરી હતી.

Most Popular

To Top