Sports

યોગેશ્વર દત્તના નિવેદન બાદ સાક્ષી મલીકે જાહેર કર્યો પત્ર, એશિયન ગેમ્સ 2023 ટ્રાયલ મામલે કહી આ વાત

નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ (Bridge Bhushan) અને યોગેશ્વર દત્ત (Yogeshwar Dutt) સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. તાજેતરમાં યોગેશ્વર દત્તે એક નિવેદન આપ્યું હતું કે જો આવા ટ્રાયલ યોજવાના હોય તો આ કુસ્તીબાજો સિવાય ઓલિમ્પિક મેડલ વિજેતા રવિ દહિયા, દીપક પુનિયા, અંશુ મલિક, સોનલ મલિક જેઓ દેશના નંબર વન રેસલર છે. તેમને પણ તક આપવી જોઈએ. માત્ર છ કુસ્તીબાજોને છૂટ આપવી એ ખોટું છે. ત્યાર બાદ વિવાદ વધ્યો હતો. આ મામલે સાક્ષી મલિકે (Sakshi Malik) એક પત્ર જાહેર કર્યો છે.

સાક્ષી મલિકે પોતાના સોશિયલ મીડિયા પર એક પત્ર ટ્વિટ કર્યો
પહેલવાન સાક્ષી મલિકે પોતાના સોશિયલ મીડિયા પર એક પત્ર ટ્વિટ કર્યો છે. સાક્ષી મલિકે તેમના ટ્વિટના કેપ્શનમાં જણાવ્યું હતું કે અમે આંદોલન કરી રહેલા પહેલવાનો એશિયન ગેમ્સ 2023 માટે થવા જઈ રહેલી ટ્રાયલ્સને આગળ વધારવાની માંગ કરી રહ્યા છીએ. કેમકે અમે છેલ્લા છ મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ. જેના કારણે અમે અમારી પ્રેક્ટિસ કરી શક્યા નથી. સાક્ષી મલિકે વધું કહ્યું અમે આ મામલાની ગંભીરતાને સમજીએ છીએ જેના લીધે અમે આ પત્ર તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. સાક્ષી મલિકે કેપ્શનમાં લખ્યું હતું કે દુશ્મન કુસ્તીબાજોની એકતાને તોડી પાડવા માંગે છે. પરંતુ તેને સફળ થવા ન દો.

ટ્રાયલ્સ 10 ઓગસ્ટ પછી કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો
સાક્ષી મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા છ મહિનાથી આંદોલનમાં ભાગ લેવાવાળા થોડા પહેલાવાનોને એશિયન ગેમ્સ 2023 અને વિશ્વ ચેમ્પિયનશિપ 2023ની ટ્રાયલ્સની તૈયારી માટે થોડાક સમયની જરૂર છે. જાહેર કરવામાં આવેલા પત્રમાં ટ્રાયલ્સ 10 ઓગસ્ટ પછી કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં વિનેશ ફોગાટ, બંજરંગ પુનિયા, સાક્ષી મલીક, સત્યવ્રત કાદીયાં, સંગીત ફોગાટ અને જિતેંદ્ર કુમાર માટે ટ્રાયલ્સને આગળ વધારવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. આ પત્ર જાહેર કરી સાક્ષી મલિકે યોગેશ્વર દત્તને જવાબ આપ્યો હતો.

કુસ્તીબાજોએ લાઈવ વીડિયો સંદેશના માધ્યમથી યોગેશ્વર દત્તની ટીકા કરી
કુસ્તીબાજોએ તાજેતરના લાઈવ વીડિયો સંદેશના માધ્યમથી યોગેશ્વર દત્તની ટીકા કરી હતી. જેમાં સાક્ષી મલિકે કહ્યું હતું કે અમે ટ્રાયલમાં મુક્તિ સંબંધિત કોઈ પત્ર લખ્યો નથી. અમે ક્યારેય કોઈનો હક લીધો નથી અને લઈશું પણ નહીં. અમે અહીં એટલા માટે છીએ કારણ કે અમે કુસ્તીમાં ભાગ લેવા માટે ખૂબ મહેનત કરી છે.

Most Popular

To Top