માનવની અદ્ભુત રચના માટે કુદરતનો આભાર માનીએ એટલો ઓછો. માનવીના જીવનનો આધાર શ્વાસ ઉપર રહેલો છે. શ્વાસને ટકાવી રાખવા માટે જેટલી કાળજી રાખવામાં આવે તેટલી કાળજી વિશ્વાસ ટકાવી રાખવામાં લેવામાં આવે તો ઘણા બધા પ્રશ્નનું નિરાકરણ આવી જાય. એક વાર શરીરમાંથી શ્વાસ ઊઠી જાય એટલે શરીર “લાશ “બની જાય, તે પ્રમાણે માણસમાંથી વિશ્વાસ ઊઠી જાય એટલે માણસ “ઊઠી “જાય, કેમકે જીવનભર માનવી એકબીજા માનવી ઉપર ધંધો, વ્યાપાર કે સામાજિક સંબંધ નિભાવતો હોય, જયારે માનવી વિશ્વાસના બદલે “વિશ્વાસઘાત “કરે ત્યારે તેની દશા કેવી થાય તે તો અનુભવ થયો હોય તેને જ ખબર પડે, માટે શ્વાસ અને વિશ્વાસ બંને જીવન માટે અગત્યના છે.
સુરત -ચંદ્રકાન્ત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્વાસ અને વિશ્વાસ
By
Posted on