Top News

Breakthrough Energy નો નવા રોકાણો પર બ્રેક,Bill Gates સમર્થિત $1 અબજ Catalyst ફંડ હવે હાલની કંપનીઓ પર જ ફોકસ કરશે

બિલ ગેટ્સ સમર્થિત બ્રેકથ્રૂ એનર્જી દ્વારા નવી રોકાણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે,હવામાન પરિવર્તન સામે લડવા માટે ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સને સહાયતા આપતી Breakthrough Energy સંસ્થાએ તેના મહત્વપૂર્ણ ફંડમાંથી નવા રોકાણો અટકાવવાનો નિર્ણય કર્યો છે.આ સંસ્થા ટેક્નોલોજી દિગ્ગજ Bill Gates ના સમર્થનથી કાર્યરત છે.1 અબજ ડોલરનો Catalyst ફંડ હવે માત્ર હાલની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે

વર્ષ 2021માં શરૂ કરાયેલ Breakthrough Energy Catalyst ફંડે અત્યાર સુધીમાં 1 અબજ ડોલરથી વધુ મૂડી એકત્રિત કરી હતી.આ ફંડનો હેતુ નવીન અને શરૂઆતના તબક્કાની ગ્રીન ટેક્નોલોજી કંપનીઓને પ્રદર્શન અને વ્યાપારી સ્તરે લાવવા માટે સહાયતા કરવાનો હતો.સંસ્થાના જણાવ્યા મુજબ Catalyst ફંડે અત્યાર સુધી 10 સ્ટાર્ટઅપ્સને સહાયતા આપી છે.તેમાં કરોડો ડોલર ખર્ચાયા છે.હવે ફંડ નવા રોકાણોની જગ્યાએ હાલની કંપનીઓને સંભાળવા અને વિકાસ માટે સહાયતા કરશે.

કર્મચારી છટણી અને સંગઠન પુનર્ગઠન

ફંડના નવા દિશા બદલવાના ભાગરૂપે કેટલાક કર્મચારીઓની છટણી પણ કરવામાં આવી છે. તેમાં પૂર્વ વડા મારિયો ફર્નાન્ડિઝ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.સંસ્થાના સૂત્રો મુજબ હવે કામગીરી માટે નાના ટીમ માળખાની જરૂરિયાત ઉભી થઈ છે.બીજી બાજુ વિશ્વભરમાં ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ માટે પડકારો વધ્યા છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા હવામાન સંબંધિત નીતિઓમાં કરાયેલા ફેરફારોને કારણે અનેક ગ્રીન પ્રોજેક્ટ્સ માટે ઉપલબ્ધ નાણાંમાં ઘટાડો થયો છે.

રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓનો અસર,સાથેજ ગ્રીન સ્ટાર્ટઅપ્સમાં સફળતા સાથે નિષ્ફળતાઓ પણ

અગાઉના રાષ્ટ્રપતિ Joe Biden ના સમયમાં શરૂ કરાયેલા પર્યાવરણ સંબંધિત કાર્યક્રમો હેઠળ ગ્રીન ટેક્નોલોજીને મોટી નાણાકીય મદદ મળી હતી, પરંતુ હવે સ્ટાર્ટઅપ્સ માટે નવી મૂડી શોધવી પડકારરૂપ બની રહી છે.Breakthrough Energy Ventures દ્વારા અત્યાર સુધી લગભગ 150 જેટલા હવામાન કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવામાં આવ્યું છે, જેમાંથી આશરે 30 થી 40 કંપનીઓ નિષ્ફળ ગઈ છે. બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે વિશ્વને ડીકાર્બનાઇઝ કરવા માટે અનેક પ્રયોગોમાં નિષ્ફળતા પણ આવવાની શક્યતા રહે છે.ભવિષ્ય માટે સરકારના સહયોગ પર ભાર મુકાશે ,જ્તાયારે તાજેતરમાં બિલ ગેટ્સે જણાવ્યું હતું કે માત્ર બજાર શક્તિઓ દ્વારા હવામાન પરિવર્તનનો સામનો શક્ય નથી.તેમણે સરકારોના વધુ સહયોગ અને નીતિ આધારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Most Popular

To Top