Vadodara

ચાર દરવાજા વિસ્તારમાં અશાંતધારાનો ભંગ

વડોદરા: વડોદરા શહેરમાં અનેક વાર અશાંતધારા ભંગ મામલે આજે શહેરના વોર્ડ 14ના નગર સેવકો જીલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા. વિધર્મી દ્વારા વારંવાર હિન્દુની મિલકત ખરીદી કરીને અશાંત ધરાનો ઉલ્લધન કરવમાં આવે છે. ત્યારે હજુ વધુ એક વાર હિન્દૂ વિસ્તારમાં મિલકતો ખરીદવાની ચાલી રહેલી હિલચાલ બાબતે અનેકો વખત ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ અનેક વાર આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે. જોકે છુટા છવાયા કિસ્સામાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને ભાજપના વોર્ડ નબર.૧૪ નગરસેવકોએ ગાંધીનગરના દ્વાર પણ ખખડાવ્યા બાદ આજે જીલ્લા કલેક્ટર દ્વારા તેઓની રજૂઆતો સાંભળવામાં આવી છે.

વડોદરા શહેરના ભદ્ર વિસ્તારમાં અનેક મિલકતો અશાંત ધારાના નિયમોને ભંગ કરીને વેચાણ રાખવામાં આવી રહી છે. જે મિલકતોને હિંદુઓ પાસેથી ઊંચા ભાવમાં ખરીદીને હિન્દૂ વિસ્તારમાં મુસ્લિમોનો પગપેસારો થઇ રહ્યો છે. જે અંગે ગત રોજ વોર્ડ.14ના નગરસેવકો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યાં હતાં જે બાદ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજુઆત કરાતા આજે જીલ્લા કલેક્ટર દ્વારા ભદ્ર વિસ્તારના અશાંત ધારાના પ્રશ્નને લઈને વોર્ડ 14ના નગરસેવકોએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી. અને અશાંતધારાના ભંગ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

Most Popular

To Top