Sports

જે શહેરને પેલેએ સોકર મક્કા બનાવ્યું ત્યાં તેમને દફનાવવાની બ્રાઝિલની તૈયારી

સાન્તોસ: પેલેએ પોતાની છેલ્લી મેચ (Match) રમ્યાના પિસ્તાળીસ વર્ષ પછી પણ તેમના વગર આધુનિક સોકર અથવા બ્રાઝિલની કલ્પના કરવી મુશ્કેલ છે. પેલેના પાર્થિવ દેહને (Deadbody) તેઓ પોતાની કેરિયરની મોટાભાગની મેચો રમ્યા હતા તે સ્ટેડિયમમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા પછી 17 વર્ષિય જીઓવાન્ના સરમેન્ટોએ પેલેના પાર્થિવ દેહને જોવા માટે ત્રણ કલાક રાહ જોઇ હતી, તેની સાથે તેના પિતા હતા, જેમણે પેલેનું નામ ધરાવતું બ્રાઝિલિયન ટી-શર્ટ પહેર્યું હતું. જીઓવાન્નાએ કહ્યું હતું કે હું સાન્તોસનો પ્રશંસક નથી અને મારા પિતા પણ નથી. પરંતુ આ વ્યક્તિએ બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમને નવી ઓળખ આપી. તેમણે સાન્તોસને મજબૂત બનાવ્યું, તેમણે તેને મોટું બનાવ્યું, તમે તેનું સન્માન કેવી રીતે ન કરી શકો? તે સર્વકાલીન મહાન લોકોમાંથી એક છે, આપણે તેમનો આદર કરવો જોઈએ.

  • પેલેના પાર્થિવ દેહને સાંતોસ સ્ટેડિયમમાં મૂકવામાં આવ્યો, અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ ઉમટી
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ પલુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય મહાનુભાવો સામેલ થઈ શકે છે

પેલેના મૃતદેહને કોફીનમાં કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે તે પહેલાં વિલા બેલ્મીરો સ્ટેડિયમ ખાતે કેથોલિક સમૂહનું આયોજન કરાયું છે. તેમના અંતિમ દર્શન માટે વિલા બેલ્મિરો સ્ટેડિયમની બહાર ચાહકોએ લાઇન લગાવી હતી. એડસન એરાંટેસ ડો નાસિમેન્ટોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ચાહકો સોમવારે વહેલી સવારથી જ ભેગા થવા લાગ્યા. આ ચાહકોમાં બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ ગિલમાર મેન્ડેસ પણ સામેલ હતા. તેમણે કહ્યું હતું કે તે ખૂબ જ દુઃખદ ક્ષણ છે, પરંતુ હવે આપણે આપણા દેશ માટે આ મહાન ખેલાડીના યોગદાનનો વાસ્તવિક અર્થ જોઈ રહ્યા છીએ.

પેલેના કોફીનને રાખવા માટે વિલા બેલ્મીરોની અંદર એક મોટો તંબુ બાંધવામાં આવ્યો છે. પેલેની અંતિમયાત્રા દફનાવવામાં આવે તે પહેલાં સાન્તોસની શેરીઓમાંથી પરેડ કરવામાં આવશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય મહાનુભાવો અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top