બ્રાઝિલ (Brazil): સામાન્ય રીતે એવું જોવા મળે છે કે છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણા રાજ્યોમાં (State) છોકરાઓ કુંવારા રહે છે. પરંતુ દુનિયામાં (World) એક એવી જગ્યા છે જ્યાં એવું નથી, અહીં છોકરીઓના લગ્ન (Marriage) થવા એ સૌથી મુશ્કેલ કામ છે. ખૂબ સુંદર હોવાં છતાં છોકરીઓ લગ્ન માટે છોકરાઓની શોધમાં છે. આ એક એવું ગામ છે જ્યાં છોકરીઓની સંખ્યા ઘણી વધારે છે. પરંતુ છોકરાઓ લગ્ન કરવા માટે તૈયાર નથી. બ્રાઝિલનું નોઇવા ડો કોર્ડેરો શહેર પર્વતોની વચ્ચે આવેલું છે. આ નગર જેટલું સુંદર છે, એટલી જ સુંદર અહીંની યુવતીઓ છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં રહેતી 20 થી 35 વર્ષની સુંદર છોકરીઓ લગ્ન માટે કુંવારા છોકરાઓ શોધી રહી છે પરંતુ તેમને લગ્ન માટે છોકરાઓ મળી રહ્યા નથી. આ છે છોકરો ન મળવાનું કારણ અહીં રહેતી યુવતીઓ ઈચ્છે છે કે અન્ય ગામોના લોકો તેમની સાથે લગ્ન કરીને અહીંયા સ્થાયી થઇ જાય, આ કારણે છોકરીઓને લગ્ન માટે છોકરાઓ નથી મળી રહ્યા. વધુમાં આ નગરના તમામ પુરુષો પૈસા કમાવવા અને નોકરી કરવા માટે અહીંથી નીકળી ગયા છે. જે પુરુષો ગામમાં છે તેમાંથી કેટલાકના લગ્ન થઇ ગયા છે કાં તો તે છોકરાઓ સાથે તેમનો ભાઇનો રિશ્તો છે. જન્મદરમાં અસમાનતાને કારણે સમસ્યાઓ વધી બ્રાઝિલના આ ગામમાં લગભગ 600 છોકરીઓ રહે છે. આ ગામમાં અપરિણીત પુરૂષો શોધવા ખૂબ મુશ્કેલ છે. મળતી માહિતી મુજબ આ નગરમાં છોકરા-છોકરીના જન્મદરમાં અસમાનતાના કારણે જ આ સમસ્યા ઊભી થઈ છે. અહીં ખેતીથી લઈને બાંધકામ સુધીનું કામ માત્ર મહિલાઓ જ કરે છે. છોકરાઓની અછતને કારણે અહીં મહિલાઓનું વર્ચસ્વ છે. પુરુષોએ પણ મહિલાઓ દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરવું પડે છે.
જાણો કેમ આ ગામમાં સુંદર કુંવારી છોકરીઓ હોવા છતાં છોકરાઓ લગ્ન કરવા માટે તૈયાર નથી
By
Posted on