Charchapatra

બ્રાહ્મણો કે પંડિતો જવાબ આપવાના નથી

તા.1/10ના ગુજરાતમિત્રમાં એન.વી. ચાવડાનું ધર્મશાસ્ત્રો સામે તર્કબધ્ધ પ્રશ્નો ઉભા કરતું ચર્ચાપત્ર અતિ ઉત્તમ રહ્યું. હિન્દુ ધર્મશાસ્ત્રો મોટે ભાગે વાતોના વડાં અને કપોળ કલંપિત વાતોથી ભરેલાં છે. હિંદુઓ નરી ફાંકાબાજીમાં જીવે છે. ઋગ્વેદમાં જે લખાયું છે એનો જ આધાર લો અને વિચારો કે હિંદુ ધર્મના ચાર વર્ણોનું સર્જન જો બ્રહ્માજીએ પોતાના વિવિધ અંગોમાંથી કર્યું તો મુસ્લીમો ખ્રિસ્તીઓ તેમજ યુરોપિયનો જેવી અન્ય પ્રજા ક્યાંથી આવી? હિંદુ ધર્મ તો ત્યારે મા્તર ભારત પુરતો સિમીત હતો. હિંદુઓની હાલત કૂવામાના દેડકાં જવી હતી અને છે. અને જો બ્રહ્માજી પોતાના મુખમાંથી / બગલમાંથી કે પગમાંથી બધાને ઉત્પન્ન કરતા હતા તો પછી સ્ત્રીની એટલેકે માની જરૂર કેમ પડી? આ પ્રશ્ન પેલા કુટ પ્રશ્ન મરઘી પહેલા આવી કે ઈંડુ? જેવો છે. કોઈ પંડિત જવાબ આપી શકે તેમ નથી. વળી વિશ્વ હિંદુઓ અને હિંદુસ્તાન પુરતું મર્યાદીત થોડું છે? હિંદુઓના દરેક પુરાણો સૃષ્ટિની ઉત્પત્તિની અલગ કથા કહે છે. વળી ધર્મશાસ્ત્રો સૃષ્ટિની ઉત્પત્તિના કરોડો વર્ષ બાદ લખાયા છે. અને માનવીની ઉત્પત્તિ તો માંડ 12/15 લાખ વર્ષ પહેલાં થઈ છે તો માનવીની ઉત્પત્તિ પહેલાના કરોડો વર્ષ દરમિયાન શું હતું અને શું બનેલું? એની ધર્મશાસ્ત્રો લખનારાને ક્યાંથી ખબર પડી? વળી હિંદુઓના દરેક દેવો જેમકે બ્રહ્મા-વિષ્ણુ-શંકર-ગણેશ પોતે સૃષ્ટિનું સર્જન પાલન-પોષણ અને સંહાર પણ કરતા હોવાનું શાસ્ત્રો જણાવે છે તો આમા સાચું કોણ? બની બેઠેલા હિંદુ વિદ્વાનો અને પંડિતો જવાબ આપી ખુલાશો કરે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top