‘અન્ન તેવું મન ‘ તે કહેવત અનુરૂપ સાત્વિક ભોજન લેવાથી વિચારો સારા આવે.પહેલા સુરતમાં કોઈ શુભ લગ્ન પ્રસંગમાં સુરતી-ગુજરાતી બ્રાહ્મણીયા રસોઈજ બનતી.આજથી ૯૦ વર્ષ પહેલાં પંચમહાલ જીલ્લાના લુણાવાડા થી આ બ્રાહ્મણ રસોઈયા મહારાજો સુરતમાં સ્થાયી થયા હતા.બેગમપુરા માં ભોળાનાથ મહારાજ,લીમડાચોક માં નાથાલાલ મહારાજ,પરસોત્તમ મહારાજ અને ગલેમંડી રોડ માં પરસોત્તમ મહારાજ વસવાટ કરતા હતા.હાલમાં તેઓની પેઢી ના ભીખા મહારાજ,ભાવેશ મહારાજ,કાલીદાસ મહારાજ,અશ્વિન મહારાજ,કિશોર મહારાજ નું બ્રાહ્મણીયા રસોઈમાં તેઓનું સુરતમાં નામ છે.પહેલાના સમયમાં શેરી મહોલ્લામાં જમણવાર થતા,રસ્તા પર પંગતમાં સગાંવહાલાં જાનૈયા જમતા.શેરીમાં બનતી રસોઈની સુગંધ આજુબાજુ ની શેરી સુધી ફેલાતી.લગ્ન પ્રસંગમાં ખાસ ગુજરાતી સુરતી રસોઇજ બનતી.આ રસોઈયા મહારાજ લાલ અબોતિયું પહેરીને જ રસોઈ બનાવતા.રસોડામાં જોડા ચંપલપર પ્રતિબંધ,રસોઈ તૈયાર થાય એટલે પહેલી થાળ તાપીમાતા ની કાઢતા અને બીજી થાળ ઘરના મંદિરમાં ધરાવતા.થાળ કાઢવાથી ભોજનમાં બરકત અને અમી રહેતી.એટલા માટે ‘સુરતનું જમણ’વિશ્વ વિખ્યાત છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લગ્નપ્રસંગમાં બ્રાહ્મણ રસોઈયા
By
Posted on