Entertainment

બ્રહ્માસ્ત્રમાં દિપીકા પદૂકોણને જોઈ? રણબીર સાથે આ ભુમિકા ભજવી હોવાની ઉઠી ચર્ચા

મુંબઈ: અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahamastra) રિલીઝ થયા બાદ ઘણા કારણોસર ચર્ચામાં છે. શાહરૂખ ખાનનો (ShahRukhKhan) કેમિયો, તેની સ્વદેશ ફિલ્મ વાળું નામ, દીપિકા પાદુકોણનો (DeepikaPadukone) રોલ, રણબીર કપૂરના (RanbeerKapoor) માતા-પિતાના નામ જેવી ઘણી બાબતો ચર્ચામાં છે. કંગના રનૌતે (KanganaRanaut) હાલમાં જ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે ફિલ્મનું નામ ‘જલાલુદ્દીન રૂમી’ હતું જેને બદલવામાં આવ્યું છે. કંગનાની વાતમાં થોડું સત્ય છે. પહેલા ફિલ્મનું નામ બ્રહ્માસ્ત્ર ન હતું. સાથે જ રણબીરનું પાત્ર રૂમીથી પ્રેરિત છે. ચાલો બ્રહ્માસ્ત્ર સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો તમને જણાવીએ..

શાહરૂખનું સ્વદેશ કનેક્શન
અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર થિયેટરોમાં સારી એવી ભીડ જમાવી રહી છે. જે લોકો ફિલ્મ જોઈને પરત ફર્યા છે તેઓ તેના સ્પોઈલર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થાય છે. સૌથી વધુ ચર્ચા ફિલ્મના કેમિયોની છે. ફિલ્મની સ્ટોરી ભલે લોકોને નબળી લાગી હોય પરંતુ મોટાભાગના લોકો શાહરૂખ ખાનના કેમિયોના વખાણ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે શાહરૂખનું નામ મોહન ભાર્ગવ છે અને તે વૈજ્ઞાનિક બની ગયો છે. 2004માં આવેલી તેની ફિલ્મ સ્વદેશમાં પણ તેણે આ જ પાત્ર ભજવ્યું હતું. સોશિયલ મીડિયા પર અનેક ટ્વિટ વાયરલ થઈ છે જેમાં દર્શકોએ મોહન ભાર્ગવની સ્વદેશથી બ્રહ્માસ્ત્ર સુધીની સફર પર અલગ ફિલ્મની માંગ કરી છે.

દીપિકાનો કેમિયો
ફિલ્મમાં દીપિકા પાદુકોણના કેમિયો વિશે અલગ-અલગ મંતવ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂરની માતાની એક ઝલક બતાવવામાં આવી છે. તેનું નામ અમૃતા છે. આ દ્રશ્ય અંધારામાં દર્શાવાયું છે. આમાં રણબીર તેની માતાના ખોળામાં છે. ઘણા દર્શકોનું માનવું છે કે આ ફિલ્મમાં દીપિકા રણબીરની માતાના રોલમાં જોવા મળી રહી છે. જોકે, મેકર્સ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ભાગ 2 માં વિગતવાર બતાવવામાં આવશે. તે જ સમયે, ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રણવીર સિંહ રણબીરના પિતા દેવની ભૂમિકામાં હોઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, અયાન ઈચ્છતો હતો કે રિતિક રોશન દેવની ભૂમિકા ભજવે. 

અયાનના માતા-પિતાના સાચા નામ
ફિલ્મમાં રણબીરના માતા-પિતાના નામ દેવ અને અમૃતા બતાવવામાં આવ્યા છે. આ બંને નામ અયાનના માતા-પિતાના નામ પરથી પ્રેરિત છે. અયાનના પિતાનું નામ દેબ મુખર્જી અને માતાનું નામ અમૃત છે.

ફિલ્મનું જૂનું શીર્ષક અને રૂમી કનેક્શન
જો ફિલ્મના શીર્ષકની વાત કરીએ તેનું ટાઈટલ પહેલા ડ્રેગન હતું. અયાને પહેલા જ કહી દીધું હતું કે આ અંતિમ ટાઈટલ નથી. તેણે ફિલ્મને ડ્રેગન કહેવાનું શરૂ કર્યું કારણ કે હીરોનું આગ સાથે જોડાણ છે. રણબીરના પાત્ર વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, તે પારસી વિદ્વાન જલાલુદ્દીન રૂમીથી પ્રેરિત છે. 

Most Popular

To Top