Charchapatra

બોયકોટ તુર્કી

વિદેશ ફરવા જનારા માટે દુનિયામાં બસો દેશ છે. જ્યાંય પણ જાવ પણ તુર્કી અને અઝરબૈજાન તો નહીં જ. કેમ કે આજના માહોલમાં આતંકવાદને પોષતા પાકિસ્તાનના પક્ષમાં રહી તેને સપોર્ટ કરનાર આ બે દેશો છે. 7 ફેબ્રુઆરી, 2023 ના દિવસે તુર્કીમાં ભયાનક ભૂકંપ આવેલો. ત્યારે ૪૪,૦૦૦ લોકોના મૃત્યુ થયેલા. તે વખતે તેમને સૌથી પહેલા મદદનો હાથ આપનાર ભારત હતું. ભારતમાંથી ડોક્ટર્સ, નર્સો, આખા આઈ.સી.યુ. યુનિટ, આર્મી વગેરેને અહીંથી તુર્કીમાં રાહત – મદદ માટે મોકલવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, ૧૨૬ મિલિયન ડોલરનું ત્યાં ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ લાખ, ત્રીસ હજાર ટુરિસ્ટો ભારતથી ત્યાં ગયા. અને ૬,૬૪૦ કરોડ રેવન્યુ ટુરિસ્ટો એ આપ્યો.

તુર્કીની આફત વેળાએ ભારતની આટલી મદદ છતાં તેની બેશરમી તો જુઓ! પહેલગામમાં આતંકવાદીઓના જધન્ય હુમલા બાદ ભારત-પાકની લડાઈ વખતે સૌથી પહેલા પાકિસ્તાનના પક્ષકાર અને તેને સપોર્ટ કરનાર જો કોઈ દેશ હોય તો એ છે તુર્કી! અરે પહેલી રાતે જ્યારે પાકિસ્તાન તરફથી જે ચારસો ડ્રોનથી ભારત પર અટેક થયેલો, તે બધા જ ડ્રોન તુર્કીના હતાં. આ તો સાપને દૂધ પીવડાવીને ઉછેરવા જેવુ થયું. આપણો કોઈપણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ ધર્મ હોય, પણ અત્યાર તો પહેલો ધર્મ ભારત અને ભારતીય જ! આ મોકો છે બતાવી દેવાનો! તુર્કીનો બહિષ્કાર કરવાનો! જય હિન્દ
સુરત – કલ્પના બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top