ગઈ 21 એપ્રિલે અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વાન્સ ભારત આવ્યા. મુસ્લિમ ત્રાસવાદીઓ પહલગામ ખાતે 28 હિન્દુઓને ધર્મ પૂછીને મારી નાખ્યાં. ગંગા-જમુના તેહજીબનો આ નજારો જોઈને ગયા. વાન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને ભારતીય અધિકારીઓને એ ધરપત આપવા આવ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષાને લગતી સંધિ પણ શકય છે અને વેપારવણજના કરારો પણ થશે. હમણાં તો આઠમી જુલાઈ સુધી અમેરિકા દ્વારા આયાત થતાં ભારતીય માલસામાન પર દસ ટકાની ટેરિફ ચાલુ રહેશે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ વરસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે ત્યારે બન્ને દેશો વચ્ચે મહત્ત્વની સંધિઓ થશે તે અપેક્ષિત છે.
વાન્સ ભારતમાં આવવાના હતા તે અગાઉ ચીને જાહેરાત કરી હતી કે અમેરિકા સાથે જે કોઇ દેશ એવા સંબંધો બાંધશે જેના થકી ચીનનાં આર્થિક હિતો જોખમાશે તો ચીન એ ત્રીજા દેશને પણ માફ નહીં કરે. આથી ખુલ્લી દાદાગીરી પણ ભારત અમેરિકા સાથે વેપાર વધારે તેમાં ચીનનાં આર્થિક હિતો કેવી રીતે જોખમાય? બરાબર વાન્સ ભારતમાં આવ્યા અને બીજી તરફ કાશ્મીરમાં સહેલાણીઓ લાખોની સંખ્યામાં પહોંચ્યા હતા તેવા ખરા ટાંકણે પાક-પ્રેરિત મુસ્લિમોએ હિન્દુઓ પર હુમલો કર્યો તેમાં અમુક નિષ્ણાતો માને છે કે ચીનનો પણ હાથ હોઈ શકે. જો કે આ મુદ્દા પર ચીને પાકિસ્તાનને કોઇ સત્તાવાર સાથ આપ્યો નથી. છતાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખવાજા આસિફે જે કહ્યું તે ઉપમા આપીને સમજાવવું હોય તો પાકિસ્તાન એક નગરવધૂ છે અને ત્રીસ ત્રીસ વરસથી દેહવિક્રયનું કામ કરતું આવ્યું. અગાઉ અમેરિકા અને યુકે માટે ગંદા કામ કરતું હતું પણ હવે (બુઢ્ઢીની) માફક એ ધંધો છોડી દીધો છે.
માણસોને પોતે શું કરતા હતા અને કરી રહ્યા છે તે બોલવાની પણ શરમ આવતી નથી. યુકે, અમેરિકાએ હવે પૈસા ફેંકવાનું બંધ કર્યું છે, પણ ચીનનાં તો ઘણાં હિતો પાકિસ્તાન સાથે સંકળાયેલાં છે. હજી પણ એ ગંદાં કામ કરવાની જ વૃત્તિ ધરાવે છે. વાન્સ કહેતા ગયા કે, ‘જો ભારત અને અમેરિકા વચ્ચે સહકાર મજબૂત બને તો આ એકવીસમી સદી બન્ને દેશો માટે શાંતિ અને પ્રગતિવાન બની રહેશે. પરંતુ જો આ બન્ને દેશો સહકાર સાધવામાં નિષ્ફળ રહ્યા તો સમગ્ર માનવજાત માટે એકવીસમી સદી અંધકારમય બની રહેશે. આ સપ્તાહમાં બંને દેશો અધિકારીઓ વચ્ચે વોશિંગ્ટન ડીસી ખાતે વેપાર વાણિજયને લગતી મંત્રણાઓ પણ યોજાઈ.
અમેરિકા અને ચીનના સંબંધોમાં ગાબડું પડયું છે તેથી કેટલીક અમેરિકન કંપનીઓ ચીનમાંના તેઓના ધંધાઓ સમેટી લઇ ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માગે છે. હાલમાં એપલ કંપની એના આઈફોન્સનું વીસ ટકા નિર્માણ ભારતમાં કરવા માંગે છે અને હવે એ પોતાનો પૂરેપૂરો પ્રોડકશન બેઝ ભારતમાં સ્થળાંતરિત કરવા માગે છે. બીજી મહત્ત્વની અમેરિકન કંપનીઓ પણ આ માર્ગ પસંદ કરવા માગે છે. સ્વાભાવિક છે કે આ ડેવલપમેન્ટને કારણે ચીનના પેટમાં અવશ્યપણે ઉકળતું તેલ રેડાવાનું છે. પહેલગામ ઘટના સંબંધમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રતિક્રિયા આપી તે પણ ભારતની તરફેણમાં છે. ચીનનું પાકિસ્તાનના સીપેકમાં અઢાર અબજ ડોલરનું મૂડીરોકાણ સલવાઈ ગયું છે.
પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલાઓ બાદ, ચીને ધારેલું સાઠ અબજ ડોલરનું કુલ રોકાણ ચીને અઢાર અબજ ખર્ચ્યા બાદ બંધ કરી દીધું છે. ચીન પાકિસ્તાનનો ઉપયોગ ભારતને પજવવા માટે કરતું રહેશે, પણ અઢાર અબજ ડોલર માટે લડાઈ, જો થાય તો, તેમાં પાકિસ્તાનને સાથ આપે એટલું મૂરખ ચીન નથી. પોતાના કાંઠાથી સાવ નજીક અને પોતાના જ જાતભાઈઓથી વસેલો તાઈવાન ટાપુ કબજે કરવાની અદમ્ય ઇચ્છાઓ દાયકાઓથી પાળી રાખી છે, છતાં અમેરિકાના ડરને કારણે ચીન તેમાં પણ આગળ વધતાં ડરે છે તો પાકિસ્તાનને શું સાથ આપશે? ચીનના ભારત ખાતેના રાજદૂત ઝૂ ફેઇહોંગ કહે છે કે અમેરિકાએ ચીનના માલસામાન પર 145 ટકાની ટેરિફ લાદી છે તે એક ‘ગંભીર ધમકી’ છે.
ઓગણીસ એપ્રિલે એક મુલાકાતમાં ઝૂએ પણ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સહકાર સાધવાની વિશાળ ક્ષમતાઓ અને શકયતાઓ છે અને બિઝનેસમાં તમામ પ્રકારના સંરક્ષણવાદ અને સ્વાર્થીપણાનો બન્ને દેશોએ મળીને વિરોધ કરવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લડાઈ શરૂ થઇ તે અગાઉ નરમ પડેલા ચીને ભારત સાથેના સરહદી ઝગડાઓ બાબતમાં સુલેહ કરી લીધી છે. આ ઝગડો છેલ્લાં ચાર વરસથી ચાલતો હતો. બન્ને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાની પણ યોજના છે. ચીન પર માલસામાનની આયાતનો મદાર રાખવો ન પડે તે હેતુથી ચીન જાતે ભારતમાં મૂડીરોકાણ કરી મેન્યુફેકચરિંગ કરવા તૈયાર છે. એક માણસને એક બીજો માણસ જમણી બાજુ અને ત્રીજો ડાબી બાજુ ખેંચે તેવો આ ઘાટ છે.
આવી સ્થિતિમાં સમતુલન જાળવી રાખવા માટે મોદી સરકારને ધન્યવાદ આપવા પડે. સરહદ પર શાંતિ છે અને બન્ને દેશો વચ્ચે હિન્દુ તેમ જ બૌદ્ધ યાત્રિકોને કૈલાસ માનસરોવર તેમજ તિબેટની યાત્રા કરવાની છૂટ અપાઈ છે. ચીને પણ ભારતને વચન આપ્યું છે કે તે ભારત પાસેથી વધુ માલ ખરીદશે. છતાં અમેરિકાને ચીનનો જે ડર લાગી રહ્યો છે તેવો જ ભારતને લાગી રહ્યો છે. સરહદ પર ચીન દ્વારા પેશકદમી કરવામાં આવે, દક્ષિણ એશિયા પર વધી રહેલી જોહુકમી, હિંદ મહાસાગરમાં ચીનની લશ્કરી પ્રવૃત્તિઓ તેમ જ ભારતીય માળખાકીય બાંધકામોમાં ચીનની ટેકનોલોજી વાપરવાનો ડર વગેરે એવી બાબતો છે જેનાથી ભારત અને અમેરિકા બન્ને પરેશાન છે.
ચીન સાથેના વેપારમાં ભારતને ખાધ અનુભવવી પડે છે તેની પણ ભારતને ચિંતા છે. વરસ 2024-25 અને ભારત પાસેથી જેટલી ખરીદી કરી હતી તેના કરતાં 99 અબજ ડોલરની વધુ ખરીદી ભારતે ચીન પાસેથી કરી હતી. પરંતુ જો ચીન પાસેથી ભારત-માલસામાન ઓછો ખરીદે અને અવેજીમાં અમેરિકા પાસેથી વધુ ખરીદે તે પણ ભારત માટે એક સમસ્યા બની શકે છે. ભારત અમેરિકાને જે ચીજવસ્તુઓ વેચે છે, પણ તેમાંનું લગભગ સિત્તેર ટકા કેમિકલ ચીનમાંથી ભારતમાં આયાત થાય છે.
મોદી સરકારના શાસનમાં સ્માર્ટ ફોનનું દેશમાં ઉત્પાદન શરૂ થયું તે એક મોટી સફળતા છે છતાં ફોન બનાવવા માટેનાં ઘણાં પાર્ટસ હજી ચીનથી આવે છે. ટ્રમ્પે હાલ તુરંત ફોન, લેપટોપ વગેરેની આયાત પરની ટેરિફ રદ કરી છે પણ ચીનમાંથી આયાત થતાં આ માલસામાન પર કયારેય પણ અમેરિકા ટેરિફ લાદી શકે તેમ છે. ટ્રમ્પ ઇચ્છે છે કે એપલ તમામ આઈફોન્સનું નિર્માણ અમેરિકામાં જ કરે. પરંતુ તેમ થશે તો તે ફોન અને અન્ય ઇલેકટ્રોનિકસ ગેઝટો અમેરિકાના ઊંચા વેતનદરને કારણે ગ્રાહકોને મોંઘા પડશે. ઘણી કંપનીઓ હજી દુનિયામાંથી ઉચાળા ભરીને અમેરિકામાં આવશે ત્યાં સુધીમાં ટ્રમ્પ સરકારનાં ચાર વરસ અને છેલ્લી (બીજી) ટર્મનાં ચાર વરસ પૂરાં થઇ જશે. ટ્રમ્પ ઉતાવળમાં છે. પરંતુ ઉતાવળે આંબા નહીં પાકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.