બોરસદ: આણંદ જિલ્લાના રાજકારણમાં બોરસદ વિસ્તારમાં આવતા બદલાવ અને દબદબો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વર્તમાન ચુંટણીઓમાં બોરસદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતગણતરી બાદ જાહેર કરાયેલા પરિણામોથી રાજકીય માહોલમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે.
આજરોજ વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરી દરમિયાન સૌ પ્રથમ જંત્રાલ અને અલારસા જીલ્લા પંચાયત અને આઠ તાલુકા બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ અન્ય બેઠકોની પણ મતગણતરી હાથ ધરવામાં આવી છે.
બપોર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં જણાય આવેલ વિગતો મુજબ તાલુકા પંચાયતની કુલ તમામ ૩૪ બેઠકોની મતગણતરી પુર્ણ થયેલ છે. તેમાંથી ૨૭ બેઠકો પર ભાજપનો ઝડહળતો વિજય થયો છે. તો કોંગ્રેસ માત્ર સાત બેઠક પર જ કાઠું કાઢી શકી છે. ૨૭ બેઠકો પર ભાજપનો ભગવો બહુમતી સાથે લહેરાયો છે. મતગણતરી બાદ અનેક પરિણાન જાહેર થતા વેજેતા ઉમેદવારોએ સરઘસો કાઢ્યા હતા.