Madhya Gujarat

ઉછીના લીધેલાં નાણાં પરત ન કરી રૂપિયા 34.84 લાખની ઠગાઇ કરી

       અરવલ્લી: સાબરકાંઠાના ઇડરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક રહીશની માસિક બચતની સ્કીમમાં શહેરના એક પરિવારના સદસ્યએ ખાતુ ખોલાવી નાણાં જમા કરાવ્યા બાદ બચત કરતા રહીશ પાસેથી લાખ્ખો રૂપિયાની રકમ હાથઉછીના લીધા બાદ પરત ન કરતા મામલો ગરમાયો હતો.

જેમાં સ્કીમ ચલાવનાર વ્યકિત તેમજ તેના પત્નિ પરિવારના સદસ્ય પાસે ઉઘરાણીએ જતા મહિલાની પરિવારના એક સદસ્યએ આબરૂ લેવાનો પ્રયાસ કરતા તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારવાની ધમકીઓ આપતા ઇડરના રહીશે શહેરના એક જ પરિવારના ત્રણ સદસ્યો મળી કુલ છ જણા વિરૂધ્ધ સોમવારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઇડર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા સ્વપ્નીલકુમાર વિનોદચંદ્ર ચાવડાની માસિક બચતની સ્કીમમાં જૂન ૨૦૧૯ દરમિયાન ઇડરના પ્રવીણકુમાર રમણલાલ ભાવસારે ખાતુ ખોલાવી નાણાં જમા કરાવી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ અલગ અલગ તારીખે આ વ્યકિતઓએ રૂા.૩૭,૭૦,૦૦૦ હાથઉછીના લઇ તે પૈકી માસિક બચત સ્કીમના હપ્તા પેટે રૂા.૨,૮૬,૦૦૦ જમા કરાવ્યા હતા.

સ્વપ્નીલકુમાર ચાવડાને બાકીના નાણાં લેવાના થતા હતા. જેથી સ્વપ્નીલકુમાર વિનોદચંદ્ર ચાવડા તેમજ તેમના પત્ની પ્રવીણકુમાર ભાવસારના પરિવાર પાસે બાકી નીકળતા રૂ.૩૪,૮૪,૦૦૦ લેવા માટે ઉઘરાણી કરતા હતા.

જે ઉઘરાણી કરવા જતા તેના પુત્ર વત્સલ પ્રવીણકુમાર ભાવસારે સ્વપ્નીલકુમાર ચાવડાની પત્નિનો આબરૂ લેવાનો પ્રયાસ કરી ખરાબ વર્તન કર્યુ હતું અને પ્રવીણકુમારના પરિવાર ઉપરાંત અન્ય ત્રણેક શખ્સો મળીને સ્વપ્નીલકુમાર ચાવડાને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારવાની ધમકીઓ આપી હતી.

આ મામલે સ્વપ્નીલકુમાર ચાવડાએ સોમવારે ઇડર પોલીસ સ્ટેશનમાં પ્રવીણકુમાર ભાવસાર, પારૂલબેન પ્રવીણકુમાર ભાવસાર, વત્સલ પ્રવીણકુમાર ભાવસાર ઉપરાંત વિશાલભાઇ, રાકેશભાઇ, મનીષભાઇ સહિતનાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છ જણા વિરૂધ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ હિંમતનગરના એસ.સી., એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક બી.સી.બારોટે શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top