Sports

ઓસ્ટ્રેલિયન ટીમ માટે ગ્રેગ ચેપલે કરી આવી આલોચના, જાણો શું કહ્યું તેમણે

નવી દિલ્હી: ભારત વિરુદ્ધ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં (Border Gavaskar Trophy) ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમ હાલ ખરાબ ફોર્મને કારણે ખુબ નબળું પ્રદર્શન કરી રહી છે. નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં બનેમાં ત્રણ દિવસની અંદર જ મુકાબલો હારી ચુકી છે. અને હવે આ હારને લઇને અન્ય દેશના ભૂતપૂર્વ ક્રિકેટરો તો આલોચનાતો કરી જ રહ્યા છે.તેની સાથે સાથે તેમના પોતાના દેશના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ઓસ્ટ્રેલિયા ટીમની ઝાટકણી કાઢી રહ્યા છે. ઇયાન હીલીએ (Ian Healy) કપ્તાન પેટ કમીન્સની (Pat Cummins) કપ્તાની છીનવી લેવાની વાત કરી નાખી છે તો પૂર્વ ક્રિકેટર ગ્રેગ ચેપલે (Greg Chappell) હવે કાંગારું ટીમ માટે મોટું નિવેદન આપીને ઘમ્મર વલોણું ફેરવી નાખ્યાના ઘાટ કર્યા છે.

ચેપલે આપ્યું વર્લડ ક્લાસ મુક્કાબાજ માઈક ટાયસનનું ઉદાહરણ
ગ્રેગ ચેપલે વર્લ્ડ ક્લાસ બોક્સર માઈક ટાયસનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે,ભારત વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું ખુબ જ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું તેની તેમને ટીકા કરતાં કહ્યું હતું કે ટીમે પ્રથમ બોલ ફેંકવાના ઘણા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમે તેના મોઢા ઉપર પર મુક્કો માર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ચાર ટેસ્ટની પ્રથમ બે મેચ હાર્યા બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી ચૂકી છે. ચેપલે કહ્યું કે તે માઈક ટાયસને જ ઈવેન્ડર હોલીફિલ્ડ સામેની લડાઈ પહેલા કહ્યું હતું કે, “મોઢા પર મુક્કો ન મારવામાં આવે ત્યાં સુધી દરેક વ્યક્તિની યોજના હોય જ છે”, પ્રથમ બે ટેસ્ટ જોયા બાદ મારી ચિંતા એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બોલ ફેંકવાના ઘણા સમય પહેલા પોતાના મોઢા ઉપર પર મુક્કો મારી લીધો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમની મોટી ભૂલ
ચેપલે ઓસ્ટ્રેલિયાની તૈયારીઓ અને ભારતના વર્તમાન પ્રવાસની યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. વ્યૂહરચના ઘડવી એ એક વસ્તુ છે પરંતુ તેને ખામીયુક્ત ધોરણે તૈયાર કરવી એ નિરર્થકતાની કવાયત છે. એમ તેમણે ઉમેર્યું હતું. નાગપુરમાં પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 132 રનથી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ દિલ્હીમાં કેપ્ટન પેટ કમિન્સના માત્ર એક જ ફાસ્ટ બોલરને ટીમમાં શામેલ કરવાનું નક્કી કર્યું હતું. સ્કોટ બોલેન્ડને પડતો મૂકવામાં આવ્યો અને ડાબોડી સ્પિનર ​​મેથ્યુ કુહ્નમેને તેની શરૂઆત કરી. આ અંગે ચેપલે કહ્યું કે ઓસ્ટ્રેલિયાને આ શ્રેણી જીતવા માટે તેમની મજબૂત ટીમો સાથે રમવાની જરૂર હતી. સ્પિન બોલિંગ અમારી તાકાત નથી. આ માટે ટીમમાં સ્પિનરો પસંદ કરવો એ ભારતમાં સફળતા મેળવવાનો માર્ગ નથી. અમારે અમારા શ્રેષ્ઠ બોલરોને પસંદ કરવા જોઈએ અને તેમના પર વિશ્વાસ કરવો જોઈએ અને સારું પ્રદર્શન કરીને બેટ્સમેનોને ટેકો આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે હવે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની બંને મેચ જીતી લીધી છે પરંતુ ઈન્દોરમાં 1 માર્ચથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં કોઈ કસર છોડવા ઈચ્છશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમને હજુ વધુ એક મેચ જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં ઈન્દોરમાં જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી ત્રણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી ચૂકી છે અને આ વખતે પણ ટીમ ઈન્ડિયાએ અજેય સરસાઈ મેળવી છે.

Most Popular

To Top