Charchapatra

સોસાયટીમાં થતી બુટની લૂંટ

આપણે રોડ પરથી પસાર થઈએ ત્યારે રસ્તા વચ્ચે હાથોમાં બુટ લઈ જોરજોરથી બુમો પાડતા નજરે પડે છે. સામાન્ય રીતે આપણને એમ લાગે કે મોટી બુટ કંપની નજીવી ખામી, નજીવા નુકશાનવાળા બુટ સસ્તામાં કાઢી નાખતી હશે, પણ એ ખોટી વાત છે. એપાર્ટમેન્ટમાં બધી સોસાયટીમાં બુટ આપણે ઘરની બહાર ઉતારીએ છીએ. એપાર્ટમેન્ટ, સોસાયટીઓમાં વોચમેન ગેટના બંધ કરી દે છે, કેબિનમાં સુતા હોય છે. તે વખતે એક કે બે વ્યક્તિ અગાઉથી રેકી કર્યા મુજબ હાથમાં સાદો થેલો લઈ એપાર્ટમેન્ટમાં ચડી જાય છે. સારી કન્ડીશનમાં બુટ દેખાય તે ફટાફટ થેલામાં નાખી એપાર્ટમેન્ટ હોય એટલા માળ ફટાફટ ફરી થેલો ભરી ઝડપથી એપાર્ટમેન્ટની બહાર નીકળી જાય છે. આ ચોરેલા બુટ ખુલ્લેઆમ દિલ્હીગેટ, સ્ટેશન વિસ્તાર, ભાગળ ટાવર અને ભાગળથી ચોક બઝાર વિસ્તારમાં લાગતા રાત્રિ બજારમાં, રસ્તા પર, ફૂટપાથ પર આરામથી બસો પાંચસોમાં જાહેરમાં વેચાય રહ્યાં છે.  સુરતના અમુક વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે. પોલીસ કડક હાથે સાચી માહિતી કઢાવે તો કદાચ આ બુટ ચોરીનો સિલસિલો અટકે. સાથોસાથ આપણા સોસાયટીઓમાં રાતે લાઈટ ચાલુ હોય સી.સી.ટી.વી. બરાબર ચાલુ હોય, વોચમેન સાવચેત હોય તો આવી ઘટનાઓ નિવારી શકાય એમ છે.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કહેવાતા સ્માર્ટ શહેરના રસ્તા
સ્માર્ટ સિટી બનાવવાના ચક્કરમાં, પોહળા રસ્તાને સાંકડા કરી, મોટી ફૂટપાથ બનાવી કોના ભોગે? હવે નવી ડિઝાઇનમાં રોડસાઇડ ફેરિયાઓને ભાડા વિનાની જગ્યા અને ઉભી ગ્રીલ, એમની આઈટમ ડિસ્પ્લે માટે સગવડની ભેટરૂપે મળી. ચાર રસ્તા સાથેની ઓછામાં ઓછી ૫૦ ફૂટની ફૂટપાથ ઉપર કોઈ લારી ગલ્લા માટે બિલકુલ પ્રતિબંધ હોવો જ જોઈએ.

ચિત્ર બિલકુલ ઉલટું છે. અનેક ચાર રસ્તે, પાણીપુરી, આલુપુરી, શેરડી રસ જેવી અનેક લારીનો જમાવડો છે, શું તમારામાંથી કોઈ ને ક્યારે પણ આ બધું નજરે ચઢ્યું જ નથી? હમણાં તો રસ્તાની મરામત બિલકુલ અણઘડ રીતે થાય છે. મૂળ રસ્તાના લેવલને ધ્યાનમાં લીધા વિના, ગમે તેમ કામ કરી ચાલતા થાય છે. ખાસ કરી ગટરના ઢાંકણની આસપાસ તો ટેકરો કરી દે છે. એસ.એમ.સી.ના સાહેબો પહેલાના સમય ત્યાં ઊભા રહી નિરીક્ષણ રહેતું. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની આવનાર વર્ષની બજેટ દરખાસ્ત તો કાગળ ઉપર પ્રભાવી છે. અમલ પહેલા ઉપરના મુદ્દા જો ઠીક લાગે અને અમલમાં લાવશો, તો લેખે લાગશે, નહિ તો ‘આગળ દોડ અને પાછળ ચોડ’
સુરત     – ભુપેન્દ્ર રાયજી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top