National

હિન્દુ ધર્મ વિશે એલફેલ બોલનાર સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પર શૂઝ ફેંકી હુમલો

લખનઉ: ઉત્તરપ્રદેશની (UttarPradesh) રાજધાની લખનઉમાં (Lakhnau) સમાજવાદી પાર્ટીના (Samajvadi Party) પછાત વર્ગના સંમેલનમાં એક યુવકે સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (SwamiPrasadMaurya) પર હુમલો (Attack) કર્યો છે. યુવકે સ્વામી પ્રસાદ પર શૂઝ ફેંક્યો છે. યુવકના હુમલાના લીધે સંમેલનમાં હોબાળો મચી ગયો હતો.

સપા કાર્યકર્તાએ યુવકને પકડી લીધો અને તેને માર માર્યો હતો. યુવકનું નામ આશિષ સૈની હોવાનું જાણવા મળ્યું છે. યુવકનું કહેવું છે કે, હિન્દુ ધર્મ વિશે સ્વામી પ્રસાદ મૌર્યએ કરેલા નિવેદનોથી યુવક વ્યથિત હતો. પોલીસ તેની ધરપકડ કરી છે. હુમલો કરતી વખતે યુવકે વકીલો જેવા કપડાં પહેર્યા હતા.

આ હુમલાની ઘટના બાદ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપે આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અખિલેશે કહ્યું, આવી જે પણ ઘટનાઓ બને છે તે તમામમાં ભાજપ સામેલ હોય છે. લોકો જાગૃત થયા છે અને પોતાના અધિકાર માટે લડવા આગળ આવી રહ્યાં છે. તેથી ભાજપ આવા હુમલા કરાવી લોકોનું ધ્યાન ભટકાવે છે.

તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણી પહેલાં હજુ શું કરશે તે કોઈ જાણતું નથી, કંઈ પણ થઈ શકે છે. આ સરકારે પોતાના જૂઠને સત્ય તરીકે લોકો સમક્ષ રજૂ કરવા એક કંપનીને કામ સોંપ્યું છે. તે નંબર 1 એટલા માટે જ છે કે કારણે કે મીડિયાએ તેમને નંબર 1 આપ્યો છે.

જણાવી દઈએ કે લખનઉમાં સમાજવાદી પાર્ટી દ્વારા પછાત વર્ગના સંમેલનું આયોજન કરાયું હતું. સંમેલન દરમિયાન જ યુવકે સ્વામી પ્રસાદ મૌર્ય તરફ બૂટ ફેંક્યો અને તેમની પર હુમલો કરી દીધો હતો. તેના લીધે સંમેલનમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે અને સપા કાર્યકર્તાઓથી બચાવીને તેને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્ય પાછલા કેટલાંક સમયથી હિન્દુ ધર્મને લઈને વિવાદીત ટીપ્પણી કરી રહ્યાં છે, જેના લીધે સત્તારૂઢ ભાજપ સહિત કેટલાંક ધર્મગુરુઓ ના નિશાન પર છે. તેઓએ રામચરિતમાનસની ચૌપાઈઓ પર પ્રશ્નો ઉઠાવ્યા અને એલફેલ ટીપ્પણીઓ કરી હતી. યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં મૌર્ય ભાજપ સરકારના મંત્રી હતા. જોકે, ચૂંટણી પૂરી થયા બાદ તેઓ સપામાં જોડાઈ ગયા હતા.

Most Popular

To Top