ચોથી ડિસેમ્બર ’૨૦ ના મળસ્કે ૮૩ વર્ષની વયે ગ્રંથવિદ તથા મેઘાણી સાિહત્ય માટે અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધો. ‘લોકમિલાપ’વાળા મોટાભાઇ મહેન્દ્ર મેઘાણી, ‘ગ્રંથાગાર’વાળા નાનકભાઇ અને ‘પ્રસાર’વાળા જયંતભાઇ મેઘાણી. ત્રિપુટીએ ગુજરાતી અંગ્રેજી પુસ્તકોના પ્રચાર, પ્રસારમાં જીવન ખરચી નાખ્યું.૧૯૬૨ માં ખુબ જ ઉત્સાહ ઉમંગ ને રસપૂર્વક ગ્રંથાલય વિજ્ઞાનનો વડોદરામાં અભ્યાસ કર્યો. પણ આ ઝવેરચંદ મેઘાણીનું સંતાન. સ્વતંત્ર કેડી કંડારી જીવન સંઘર્ષ માણનાર. ગ્રંથાલય વિજ્ઞાન ભણ્યા પણ તેમાં ઘણું ખુટતુ લાગ્યું. આથી તેઓ જયારે ભાવનગરની ‘ગાંધીસ્મૃતિ’માં ગ્રંથપાલ બન્યા ત્યારે ગ્રંથપાલની ફરજ પુરી સૂઝસમજપૂર્વક બજાવતા. પ્રત્યેક બાબતને અવળસવળ કરી ચકાસી, અભિનય અજમાયસો કરવાની લગની સેવતા. પરિણામે ‘ગાંધીસ્મૃતિ’ંનું ગ્રંથાલય, ગ્રંથાલય વિજ્ઞાનની પ્રયોગશાળા બન્યું. જેમાં તેમણે ગ્રંથાલય વિસ્તરણની અનેક નાનામોટા પ્રયોગો કર્યા. જેવા કે પ્રદર્શનો, સાહિત્યક કાર્યક્રમો, સંગીત શ્રવણ કાર્યક્રમો. આજે હવે પ્રચલિત બની ગયેલી ગ્રંથગોષ્ઠીની પ્રવૃત્તિનો પ્રયોગ ત્યારે કરેલો. એલ્વિન ટોફલરના થર્ડ વેવ (ત્રીજુ મોજું) પુસ્તક પર રાખેલ ગ્રંથગોષ્ઠી ત્રણ કલાકે પણ અધૂરી રહેતા બીજા અઠવાડિયે પુરવણી બેઠકમાં પુરી થયેલી. આવા ગંભીર પુસ્તક પરની ચર્ચા સંાભળવા ભાવનગરનો સરદાર સ્મૃતિ સભાખંડ નાનો પડયો હતો. પુસ્તક અને ગ્રંથાલય સેવા સંદર્ભે આવા અનેક અવનવા બેનમૂન પ્રયોગો તેમણે કર્યા હતા. જયંત મેઘાણીનીની સ્મૃતિ પુસ્તક રસિકોમાં સદાય રહેશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.