Charchapatra

‘‘પુસ્તક પરબ’’

પુસ્તકો અંગે પશ્ચિમ જગતના વિચારકોએ ઠેઠ ઈ.સ.1384થી વિચારો પ્રગટ કર્યા છે. ખ્રિસ્તી ધર્મગુરૂએ કેનન નામનો કાયદો પ્રગટ કરે લો, જેમાં દૈનિકો, સામાયિકો અને પુસ્તકો જે ખ્રિસ્તી ધર્મને નુકશાન કર્તા હોય તેના પર પ્રતિબંધ ફરમાવેલો. આ સમયે ભારતમાં રાજા શાહી અને તેના પર બ્રાહ્મણશાહીની હકૂમત હતી. યુરોપમાં અક્ષરજ્ઞાન વ્યાપક હતું પરંતુ ભારતમાં બ્રાહ્મણો જ્ઞાન ભંડાર, ધાર્મીક સામગ્રી, ટિપણાં પર આસન જમાવીને બેઠા હતા. પરિણામે 14,15,16,17,18 મી સદી સુધી કોઈ ગાંધી-નહેરૂ-આંબેડકર પેદા જ ન થયા. બ્રાહ્મણોનું હિંદુ સમાજપર વર્ચસ્વ જળવાયું પરંતુ લોકોની બુદ્ધિ વિકાસ પામતી અટકી ગઈ. 19મી સદીમાં 1857નો બળવો થયો, કોંગ્રેસની સ્થાપના થઈ અને 1930 સુધીમાં તો પુસ્તકોના ખજાના ખુલ્લા થઈ ગયા. પુસ્તકો તો દારૂગોળા જેવા થઈ ગયા હતા. ખ્રિસ્તી ધર્મગુરૂ પોપે ગભરાઈને હિબ્રુ ભાષાની ટ્રકો ભરાય એટલી હસ્તપ્રતો સળગાવી નાંખેલી. બેન્જામીન ગભરાયેલીએ જણાવ્યું છે કે પુસ્તક તો યુધ્ધ જેવું કામ કરે છે. આલફ્રેડ વીટનીએ કહ્યું તમે પુસ્તકો પર પ્રતિબંધ મુકી શકો પરંતુ માણસની વિચારશક્તિ પર પ્રતિબંધ થોડો મુકી શકો પુસ્તકોને બાળી નાંખો, પરંતુ ‘‘વિચારો’’ને કોઈ કેદ ખાનામાં થોડા બંધ કરી શકો ?

‘‘ વિક્ટર હ્યુગોએ લખ્યું જ્યાં સુધી જગતમાં અજ્ઞાનતા અને દુ:ખ રહેશે, ત્યાં સુધી પુસ્તકો અમર રહેશે’’ ફ્રાન્સની ક્રાંતિના પ્રણેતા વોલ્ટરે તો પુસ્તકો અંગે એવું લખ્યું છે કે : ‘‘વિશ્વમાં તો પુસ્તકોનું જ સામ્રાજ્ય છવાયેલું રહેશે આખા વિશ્વમાં નહીં તો એવા દેશો જ્યાં પણ ભાષા લખાણોથી વ્યક્ત થાય છે, તેવા દેશોમાં પુસ્તકોનું રાજ અમર રહેશે. પુસ્તકોનું આટલું બધું મહત્વ સમજી રાંદેર-અડાજણના મિત્રે એક સંસ્થા શરૂ કરી, જે લોકો પાસેના પુસ્તકો ભેગા કરી મહિનાના પહેલા રવિવારે સવારે 7 થી 9 મ્યુનીના પરશુરામ બાગમાં આ પુસ્તકો પ્રદર્શિત કરે છે. કોઈપણ વાંચક બે પુસ્તક લઈ જઈ શકે, ‘પરત આપે તે તેમની ખાનદાની છતાં વંચાઈને પુસ્તકો આવતા જાય છે. આ પ્રવૃતિમાં સંકળાયેલા મિત્રોને અભિનંદન છે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top