સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકૉર્ટે કહ્યું કે, બાળકીને શરીરને તેના કપડાના ઉપરથી બ્રેસ્ટ સ્પર્શ કરવાને જાતીય ગુનો નહીં કહેવામાં આવે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે આ મુદ્દો રજૂ કર્યા બાદ મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે.
ટોચની કૉર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ ફટકારી હતી અને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના 19 જાન્યુઆરીના નિર્ણય વિરુદ્ધ એટર્ની જનરલને અપીલ દાખલ કરવાની મંજૂરી આપી હતી. હાઈકૉર્ટના ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોક્સો કાયદા હેઠળ સગીર બાળકીના કપડાની ઉપરથી ખોટા ઉદ્દેશથી તેના બ્રેસ્ટને સ્પર્શ કરવા જાતીય સતામણી નહીં ગણવામાં આવતી નથી.આઈપીસીની કલમ 354 હેઠળ ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
જ્યારે પોક્સો કાયદા હેઠળ જાતીય સતામણીના કેસમાં ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. અદાલતમાં ફરિયાદીની અરજી અને યુવતીના નિવેદન મુજબ, આ ઘટના ડિસેમ્બર 2016માં બની હતી. જ્યારે સતીષ નામના આરોપીને તેને ખાવાનું આપવાના બહાને નાગપુરમાં તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. તેણે બાળકીના કપડાં કાઢ્યા તેના શરીરને સ્પર્શ કર્યું હતું. હાઇકૉર્ટ અનુસાર, તેથી આ ગુનાને જાતીય હુમલો તરીકે ગણાવી શકાતો નથી અને તેના બદલે, આઈપીસી કલમ 354 હેઠળ મહિલાની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાનો ગુનો દાખલ કર્યો છે. કૉર્ટે ચુકાદામાં કહ્યું કે જાતીય હુમલા શારીરિક સંપર્ક ત્વચાથી ત્વચા અથવા સીધો શારીરિક સંપર્ક થયો હોય તેને માનવામાં આવશે.