National

બંગાળમાં ભાજપના નેતાના ઘર પર બોમ્બ ફેંકાયા, CISFનો જવાન ઘાયલ થયો

કોલકત્તાઃ આજે તા. 4 ઓક્ટોબરની સવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદ્દલમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘર ‘મઝદૂર ભવન’ની બહાર આ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

અર્જુન સિંહનો દાવો છે કે આ દરમિયાન ગોળીબાર થયો હતો અને તેને પણ પગમાં શ્રેપનલ વાગી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સીઆઈએસએફના એક જવાનને પણ તેના પગમાં ઈજા થઈ હતી. અર્જુન સિંહના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ સાંભળીને તે પોતાના ઘરની બહાર નીકળ્યો અને અચાનક તેના પગમાં એક શ્રાપનલ વાગી ગયો હતો.

આ પહેલીવાર નથી કે જ્યારે અર્જુન સિંહના ઘર પર આ રીતે ક્રૂડ બોમ્બ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હોય, આ પહેલા પણ આવી ઘટના સામે આવી છે. એ જ રીતે, 2021 માં, તેના ઘર પર ત્રણ ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા

અર્જુન સિંહની પોસ્ટ
મારી ઓફિસ-કમ-નિવાસ ‘મઝદૂર ભવન’ પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી, જ્યારે ગુંડાઓ ખુલ્લેઆમ પોલીસની સામે હથિયારો લહેરાવતા હતા. આ ગુંડાઓએ લગભગ 15 બોમ્બ ફેંક્યા અને એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. બંગાળ પોલીસ તૃણમૂલ કોંગ્રેસની કઠપૂતળી બની ગઈ છે. શરમજનક!’

Most Popular

To Top