National

એર ઈન્ડિયાની 32 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી: અત્યાર સુધીમાં 400થી વધુ ફેક ધમકીઓ મળી

એર ઈન્ડિયાની 32 ફ્લાઈટ્સમાં મંગળવારે બોમ્બની ધમકી મળી છે. અત્યાર સુધીમાં 400ને ફેક ધમકી મળી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે જે વિમાનોમાં બોમ્બની ધમકી મળી હતી તે તમામ એર ઈન્ડિયાના છે. બીજી તરફ મંગળવારે વિમાનમાં બોમ્બની ધમકીના કેસમાં વધુ એક આરોપીની ઓળખ કરવામાં આવી છે. નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર આ મહારાષ્ટ્રના ગોંદિયાનો જગદીશ ઉઇકે (35) છે.

ડીસીપી શ્વેતા ખેડકરે જણાવ્યું કે પોલીસ ટીમે નકલી ઈમેલની તપાસ કરીને આરોપીઓને શોધી કાઢ્યો છે. આરોપી હજુ ફરાર છે, તેને પકડવા માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. 2021માં એક કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. બે અઠવાડિયામાં 400થી વધુ ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકી મળી ચુકી છે. ફ્લાઈટમાં નકલી ધમકીઓ આપતા બે યુવકો આ અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

દિલ્હી પોલીસે 25 વર્ષના શુભમ ઉપાધ્યાયની 26 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. તેણે 25 ઓક્ટોબરે IGI એરપોર્ટ પરની ફ્લાઈટમાં બોમ્બની બે ખોટી ધમકીઓ પોસ્ટ કરી હતી. તેણે પ્રખ્યાત થવા માટે આ કર્યું હતું. અગાઉ મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. પૈસાની લેવડદેવડના વિવાદમાં તેના મિત્રને ફસાવવા માટે ફેક અકાઉન્ટ બનાવ્યું હતું

બોમ્બની નકલી ધમકીના કોલથી 1400 કરોડ રૂપિયાનું નુકસાન
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીને કારણે એરલાઈન્સ કંપનીઓને 1200 થી 1400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન મુસાફરોને રોકવા, ફ્લાઇટ અને ક્રૂને ગ્રાઉન્ડ કરવા પાછળ 25 લાખથી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થાય છે ત્યાં ચાર્જ ચૂકવવો પડે છે. હોટલોમાં 200 થી વધુ મુસાફરો અને ક્રૂને રાખવામાં આવ્યા છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી એક નવી ક્રૂ ગોઠવાય છે. તેનાથી એરલાઈન્સનો ખર્ચ વધે છે.

Most Popular

To Top