National

મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ફોન કરીને કહ્યું…

મુંબઈ: મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (Dhirubhai Ambani International School) માં બોમ્બ (Bomb)હોવાની ધમકી (threat) મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. ફોન કોલ બાદ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફોન કૉલ પછી તરત જ, શાળા પ્રશાસને સ્થાનિક પોલીસને તેની જાણ કરી.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી
શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન કરનાર સામે IPCની કલમ 505 (1) (b) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ કોલ કરનારને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કૉલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કૉલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે આ શાળામાં
ધીરુભાઈ અંબાણી શાળામાં બોલીવુડ સ્ટારનાં બાળકો અભ્યાસ કરે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન, આમિર ખાનનો પુત્ર આઝાદ રાવ ખાન, શાહરૂખ ખાનનો પુત્ર અબરામ ખાન, સંજય કપૂરનો પુત્ર જહાં કપૂર, ચંકી પાંડેની દીકરી રાયસા પાંડે, હૃતિક રોશનના પુત્રો, હૃદાન રોશન અને હ્રેહાન રોશન, કરિશ્મા કપૂરનો પુત્ર કિયાન રાજ કપૂર, લારા દત્તાની પુત્રી સાયરા ભૂપતિ, સોનુ નિગમના પુત્ર નીવાન નિગમ અભ્યાસ કરે છે.

Most Popular

To Top