નવી દિલ્હી: અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદથી અહીં તાલિબાનોનો આતંક વધી ગયો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અહીં અનેકોવાર બોમ્બ બ્લાસ્ટ અને ફાયરીંગની હિંસક ઘટનાઓ બની છે. આવી જ એક ઘટના બુધવારે ફરી એકવાર બની છે. કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેના સુરક્ષિત વિસ્તારમાં આવેલી સરકારી કચેરીના મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
ઉત્તર અફઘાનિસ્તાનમાં (North Afghanistan) એક વિસ્ફોટ (Bomb Blast) થયો છે. આ બ્લાસ્ટમાં લગભગ 16 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ આ હુમલામાં 24 લોકો ઘાયલ પણ થયા છે. અફઘાનિસ્તાનમાં દરરોજ આવા વિસ્ફોટો જોવા મળે છે. બે મહિના પહેલા કાબુલમાં (Kabul) ગૃહ મંત્રાલયની પાસે બનેલી મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
- કાબુલની સરકારી કચેરીની મસ્જિદમાં વિસ્ફોટ થયો
- અધિકારીઓ અને મુલાકાતીઓ પ્રાર્થના કરી રહ્યાં હતા
- આ મંત્રાલય સંકુલ કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે
કાબુલમાં સરકારી મંત્રાલયની મસ્જિદમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે અધિકારીઓ અને મુલાકાતીઓ પ્રાર્થના કરી રહ્યા હતા. અબ્દુલ નફી ટાકોરે કહ્યું, ‘મસ્જિદનો ઉપયોગ મુલાકાતીઓ દ્વારા અને ક્યારેક-ક્યારેક ગૃહ મંત્રાલયના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.’ મંત્રાલય સંકુલ કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે, જે ખૂબ જ સુરક્ષિત વિસ્તાર છે.
ઉલ્લેખનીય છે કે, આવો જ એક આત્મઘાતી વિસ્ફોટ પાકિસ્તાનમાં પણ થયો હતો. પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં પોલિયો કાર્યકરોની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓને લઈ જઈ રહેલા પેટ્રોલિંગ પોલીસ ટ્રકની નજીક બુધવારે એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં લગભગ ત્રણ લોકો માર્યા ગયા અને 23 લોકો ઘાયલ થયા. જેમાં 20 પોલીસકર્મીઓ પણ સામેલ છે.
પાકિસ્તાનમાં પોલિયો વિરોધી કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
હુમલાખોરે ક્વેટાના બલેલી વિસ્તારમાં અર્ધલશ્કરી દળના કોન્સ્ટેબલરી ટ્રકને નિશાન બનાવી હતી. આ ટ્રક ચાલી રહેલા અભિયાનમાં પોલિયો વર્કરોને સુરક્ષા આપવા જઈ રહી હતી. ક્વેટા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) ગુલામ અઝફર મહેસરે હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા છે, જેમાં 20 પોલીસકર્મી, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.