નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન(ShahrukhKhan)ને લઈને એક મોટા સમાચાર(News) સામે આવ્યા છે. બોલિવવૂડના કિંગ ખાન(KingKhan) એટલેકે શાહરુખ ખાન દ્વારા આ વર્ષે ‘પઠાણ'(Pathan) અને ‘જવાન'(Jawan) જેવી બ્લોકબસ્ટર(Blockbuster) ફિલ્મો(Movies)ની બોક્સ ઓફિસ(BoxOffice)ને ભેટ આપવામાં આવી જેનાથી ફરી એકવાર બૉલીવૂડને મોટી કમાણી કરનાર ફિલ્મોની સોગાત મળી છે. કરોડોની કમાણી કરનારી આ ફિલ્મો(Movies) બાદ શાહરુખ ખાનને ‘ડેથ થ્રેટ'(DeathThreats) મળ્યા છે.
સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં શાહરૂખની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કિંગ ખાનને હવે Y+ સુરક્ષા આપવામાં આવશે. વાસ્તવમાં, શાહરૂખ ખાને 2023માં તેની ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. અભિનેતાએ ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની બોલિવૂડને ભેટ આપી હતી. બોક્સ ઓફિસની મોટી ઇનિંગ્સ બાદ શાહરૂખને ધમકીના કોલ આવી રહ્યા હતા, જેને જોતા મહારાષ્ટ્ર સરકારે શાહરૂખ ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારે શાહરૂખની સુરક્ષા વધારી
વાસ્તવમાં, શાહરૂખે રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મો પઠાણ અને જવાનની સફળતા બાદ તેને જીવનું જોખમ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર શાહરૂખની સુરક્ષાને લઈને બેદરકાર રહેવા માંગતી નથી. રાજ્ય સરકારે કિંગ ખાનની સુરક્ષા માટે IG VIP સુરક્ષાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે શાહરૂખની સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરવી જોઈએ. શાહરૂખને હવેથી Y+ સુરક્ષા આપવામાં આવશે. જો કે, આ સુરક્ષાની ચૂકવણીની શાહરુખએ કરવી પડશે. પોતાની સુરક્ષાનો ખર્ચ શાહરૂખ પોતે ઉઠાવશે. શાહરુખે સરકારને આ ચૂકવણી કરવા સમ્મતી આપી છે.
પઠાણ-જવાને બમ્પર કરી કમાણી
શાહરૂખનું સ્ટારડમ આ વર્ષે અલગ જ સ્તરે દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. શાહરુખે ‘પઠાણ’થી ધૂમ મચાવી હતી જેણે વિશ્વભરમાં 1055 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે ‘જવાન’ ફિલ્મે 1100 કરોડની કમાણી કરી પઠાણ ફિલ્મને પાછળ છોડી દીધી હતી. શાહરુખની આ વર્ષની ત્રીજી ફિલ્મ ‘ડિંકી’ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેનાથી પણ મોટી સફળતાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ પહેલા સલમાન ખાનની સુરક્ષા X થી વધારીને Y+ કરવામાં આવી હતી ત્યારબાદ કંગના રનૌતને પણ Y+ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે આ ધમકીઓ આપનાર કોણ છે તેનો હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી.
બોલિવૂડના કિંગ ખાનને મળી જાનથી મારી નાંખવાની ધમકી
By
Posted on