Entertainment

Bigg Boss OTT 3 : અનિલ કપૂર કરશે હોસ્ટ, સામે આવી શૂટિંગની ઝલક

પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન રિલીઝમાં હવે થોડા દિવસો જ બાકી છે. ત્યારે બિગબોસના ફેન તેને જોવા માટે એક્સાઈટેડ છે. આ વખતે શોમાં ઘણી નવી અને રસપ્રદ વસ્તુઓ જોવા મળશે. હોસ્ટથી લઈને સ્પર્ધકો અને ફોર્મેટમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે.

વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ તેની ત્રીજી સીઝન સાથે OTT પર દેખાવા જઈ રહ્યો છે. આ વખતે હોસ્ટ સલમાન ખાન નહીં પણ અનિલ કપૂર હશે. નવા હોસ્ટની સાથે આ સિઝનમાં ઘણી મસ્તી પણ જોવા મળશે. મેકર્સે સ્પર્ધકોની જાહેરાત પહેલા શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે.

‘બિગ બોસ ઓટીટી 3’ માટે અંજુમ ફકીહથી લઈને શહેજાદા ધામી સુધીના ઘણા સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. આ સિઝનમાં કેટલા યુટ્યુબર્સ અને કેટલા કલાકારો હશે તે થોડા દિવસોમાં જાહેર થશે. જો કે નિર્માતાઓએ ‘બિગ બોસ ઓટીટી 3’ નો પ્રોમો શેર કર્યો છે જેણે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે.

નિર્માતાઓએ અત્યાર સુધી અનિલ કપૂરના હોસ્ટિંગ સાથે સંબંધિત વીડિયો શેર કર્યો છે. નવા હોસ્ટને જોઈને ઘણા ચાહકો નિરાશ છે કે સલમાન ખાન આ સીઝનનો ભાગ નહીં બને. જ્યારે કેટલાક ચાહકો નવા હોસ્ટ સાથે શો જોવા માટે ઉત્સાહિત છે. આ દરમિયાન મેકર્સે શૂટિંગનો વીડિયો બતાવ્યો છે.

આ વીડિયોમાં પડદા પાછળની વાર્તા બતાવવામાં આવી છે. હોસ્ટ અનિલ કપૂરે કેવી રીતે શૂટિંગ કર્યું અને તેમણે તેના માટે પોતાને કેવી રીતે તૈયાર કર્યા તેની ઝલક આ વીડિયોમાં બતાવવામાં આવી છે. મેક-અપથી લઈને ડાયલોગ ડિલિવરી સુધી અનિલ કપૂરે હોસ્ટ બનવાની પૂરી તૈયારી બતાવી છે.

અનિલ કપૂર સ્ટારર વિડીયો જોયા પછી એક યુઝરે કોમેન્ટ કરી કે બિગ બોસ OTT 3 ની ચોંકાવનારી સિઝન શરૂ થવાની છે. બીજાએ ટિપ્પણી કરી કે કેટલા દિગ્ગજ અભિનેતા, એક નંબર સ્ટનર. આ સાથે કેટલાકે તે સ્પર્ધકોના નામ પણ જણાવ્યા કે જેઓને તેઓ શોમાં જોવા માંગે છે. એક ચાહકે લખ્યું કે તે MTV રોડીઝના સિવેત તોમરને ‘બિગ બોસ OTT 3’માં જોવા માંગે છે.

Most Popular

To Top