Entertainment

મુંબઈમાં સિડ-કિયારાએ આપ્યું ગ્રાંડ રિસેપ્શન, કિયારાના બોડીકોન ડ્રેસે સૌને મોહી લીધા

નવી દિલ્હી: 7 ફેબ્રુઆરીનાં રોજ સિદ્ધાર્થ અને કિયારા લગ્ન (Marriage) ગ્રંથિએ જોડાયા છે. રાજસ્થાનમાં (Rajasthan) લગ્ન કર્યા પછી આજરોજ 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં (Mumbai) આ કપલે ગ્રાંડ રિસેપ્શન (Grand reception) આપ્યું છે. સિડ અને કિયારાનું આ રિસેપ્શન હોટલ સેંટ રેજિસ, લોઅર પરેલમાં થયું હતું.

  • કિયારા અને સિદ્ધાર્થે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા
  • સિડ અને કિયારાનું આ રિસેપ્શન હોટલ સેંટ રેજિસ, લોઅર પરેલમાં થયું
  • કિયારા અને સિદ્ધાર્થના મુંબઈ રિસેપ્શન લૂકનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિયારા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

સિડ અને કિયારાએ લગ્ન બંધનમાં બંધાયા પછી એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમારુ પરમનેન્ટ બુકિંગ થઈ ગયું છે. આ સાથે કપલે પોતાના લગ્નનો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં કિયારા એન્ટ્રીમાં એક ડાંસ કરે છે તેમજ અંતે બંધ કપલ લિપ લોક કિસ કરે છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ આજરોજ મુંબઈમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું તેમાં રોહિત શેટ્ટી, નિકિતિન ધીર, કૃતિકા, આલિયા ભટ્ટ, નિતુ કપૂર, મનીષ મલ્હોત્રા, કરીના કપૂર, કરણ જોહર, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર જેવા સ્લેબસ શામિલ થયા હતાં.

કિયારા અને સિદ્ધાર્થે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ શાહી લગ્ન પછી, બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીએ, કિયારા અને સિદ્ધાર્થ દિલ્હી પહોંચ્યા જ્યાં તેઓએ તેમના લગ્નની મીઠાઈઓ પણ વહેંચી હતી. કિયારા અને સિદ્ધાર્થના મુંબઈ રિસેપ્શન લૂકનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિયારા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, બ્લેક ગાઉન સાથે મેચિંગ જ્વેલરી લઈ રહી છે. આ જ સિદ્ધાર્થ બ્લેક બ્લેઝરમાં જોવા મળ્યો હતો.

Most Popular

To Top