Entertainment

17 વર્ષ પછી મીકા રાખીના કિસિંગ કેસનો આવ્યો નીવેડો!

નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) એકટર એકટ્રેસ કોઈને કોઈ કારણ પોતાના જીવનમાં કયારેયને કયારેય તો ટ્રોલ થયા જ હોય છે. એમાં પણ ખાસ કરીને મીકા સિંહ અને રાખી સાવંતની વાત કરીએ તો આ બંને કલાકાર એવા છે કે જેઓ થોડાં થોડાં સમયના અંતરે ચર્ચામાં આવતા રહે છે. અને એમાં પણ ખાસ કરીને રાખી ખાસ. જણાવી દઈએ કે હમણાં થોડાં સમય પહેલા જ રાખી તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવી હતી. જેમાં તેણે પોતાના પતિ આદિલ ઉપર તેને ધોકો આપ્યો હોય તેવો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેની માતાનું પણ મોત થયું હતું. ત્યારે હવે આજે જાણકારી મળી આવી છે કે મિકા સિંહ અને રાખી સાવંતના 17 વર્ષ જૂના કેસને રદ કરવાની માગ મિકા સિંહ દ્વારા કરવામાં આવી છે.

17 વર્ષ પહેલા મીકા સિંહે રાખી સાવનને એક પાર્ટીમાં બધાની વચ્ચે કિસ કરી હતી. જેના કારણે ધણો હંગામો થયો હતો. આ માટે મીકા ઉપર કેસ પણ થયો હતો. ત્યારે હવે જાણકારી મળી આવી છે કે આ કેસ અંગે મીકા સિંહે બોમ્બે હાઈકોર્ટને દરવાજો ખખડાવ્યો છે. જેમાં માગ કરવામાં આવી છે કે આ કેસને રદ કરી દેવામાં આવે.

રાખી સાવંતને 17 વર્ષ પહેલા મીકા સામે એફઆઈઆર નોંધાવી હતી જેને રદ કરવાની માગ મીકા દ્વારા આજે કરવામાં આવી હતી. સોમવારના રોજ આ કેસ અંગે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રાખીના વકીલે જણાવ્યું કે જે FRI નોંધાવામાં આવી હતી તે ખોવાઈ ગઈ છે. ત્યારે મીકાના વકીલે કહ્યું હતું કે આ કેસ છેલ્લાં 17 વર્ષથી પેન્ડિંગ છે. મીકા સામે જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત તેના ઉપર લગાવેલા આરોપોને હજું સાબિત કરી શકવામાં આવ્યા હતા. તેમજ મીકા અને રાખી બંને આ કેસને રદ કરવા માગે છે કારણે બંને હવે સારા મિત્રો છે તેમજ તેઓ વચ્ચે જે વિવાદ હતો તે પણ હવે નથી રહ્યો.

આવો જ એક બીજો કેસ શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરનો ‘કિસ’ કેસ પણ સામે આવ્યો હતો. આ મામલામાં મુંબઈની કોર્ટે સુનાવણી કરી છે. આ કેસમાં શિલ્પાને રાહત મળી છે. વાસ્તવમાં વર્ષ 2007માં એક પ્રચાર દરમિયાન શિલ્પા શેટ્ટીને હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરે જાહેરમાં કિસ કરી હતી, જેના પછી ઘણો હંગામો થયો હતો. કોર્ટનું કહેવું છે કે શિલ્પાએ હોલિવૂડ એકટરને કિસ નથી કરી, પરંતુ એક્ટરે તેને કિસ કરી હતી.

Most Popular

To Top