બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બોલિવુડના કિંગ ખાન, શાહરૂખ ખાન ફરી એક વાર મદદ માટે આગળ આવ્યા છે. શાહરૂખ ખાને કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાયની ઓફર કરી છે, ઉપરાંત ગરીબો, મજૂરોને રેશન અને જરૂરીયાત પૂરી પાડવા ઉપરાંત કોરોના વાયરસ પીડિતોની સારવાર માટે તેમની ઓફિસ ખુલ્લી મુકી દીધી છે. શાહરૂખ ખાને પોતાની ચાર માળની ઓફિસ બિલ્ડિંગને ક્વોરેન્ટરાઈન સેન્ટર બનાવવા માટે આપવા તૈયારી બતાવી છે.
અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને તેમની 4 માળની ઓફિસને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવાની ઓફર કરી છે. આ કચેરીને સેન્ટર બનાવ્યા પછી, વૃદ્ધ લોકો, બાળકો અને સ્ત્રીઓની સારવાર કરવામાં આવશે. આ માહિતી પૂજા દદલાનીએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. તેણે આ માહિતી પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં એવું લખ્યું છે કે શાહરૂખ અને ગૌરી ખાને બીએમસીને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવા માટે આ ઓફિસ આપી છે. બીએમસીએ શાહરૂખ ખાનનો આ બદલ આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને તાજેતરમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સહાયની જાહેરાત કરી હતી. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક નોંધ શેર કરી છે. આ નોટ દ્વારા તેમણે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવેલા પીએમ કેર ફંડ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળ, મુંબઈના 5500 પરિવારને એક મહિના માટે ખોરાક અને આવશ્યક ચીજો પૂરા પાડશે અને લોકોને અન્ન આપશે. આટલું જ નહીં શાહરૂખ ખાને પોતાની નોંધમાં કહ્યું કે તે કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવામાં પણ મદદ કરશે.
