Entertainment

કંગના રનૌત આ 50 વર્ષ જૂની પરંપરા તોડી રચશે અનોખો ઇતિહાસ

મુંબઇ: આજે 24મી ઓક્ટોબરે દેશભરમાં દશેરાની (Dussehra) ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે અનેક ફૂટ ઉંચા અને 10 માથા ધરાવનાર રાવણનું (Ravan) દહન કરવામાં આવશે સારા પર બુરાઈની જીતના સંદેશ સાથે આ વખતે દિલ્હીના (Delhi) પ્રખ્યાત રામલીલા મેદાનમાં પણ આ જ દ્રશ્ય જોવા મળશે, પરંતુ આ વખતે રાવણનું દહન દરેક સમય કરતાં અલગ રીતે કરવામાં આવશે. કારણ કે આ વખતે એક મહિલા રાવણનું દહન કરવા જઈ રહી છે. તે મહિલા બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડની ડેશિંગ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હશે.

આ વખતે કંગના રનૌત દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં રાવણ દહન કરવા જઈ રહી છે. આ જાણકારી ખુદ ‘લવ કુશ રામલીલા’ કમિટીના અધ્યક્ષ અર્જુન સિંહે આપી છે. તેમણે કહ્યું કે લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત આ ઈવેન્ટના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે કોઈ મહિલા તીર મારીને રાવણના પૂતળાનું દહન કરશે. જો આવું થશે તો કંગના રનૌત પ્રથમ બોલિવૂડ અભિનેત્રી બની જશે, જેણે રાવણ દહન કર્યું છે.

‘લવ કુશ રામલીલા’ સમિતિના અધ્યક્ષે કહ્યું, ‘ફિલ્મ સ્ટાર હોય કે રાજકારણી, દર વર્ષે અમારા કાર્યક્રમમાં એક VIP મહેમાન હાજર હોય છે. પાછલા વર્ષોમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે. ફિલ્મ અભિનેતા અજય દેવગન અને જોન અબ્રાહમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે પ્રભાસે રાવણનું દહન કર્યું હતું. આ વખતે, અમારી ઇવેન્ટના 50 વર્ષમાં પ્રથમ વખત, કોઈ મહિલા રાવણ દહન કરશે.

કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમના ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ સિવાય ‘ઇમરજન્સી’ 24 નવેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ કોઇ કારણસર તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે અને હવે તે વર્ષ 2024માં સ્ક્રીન પર બતાવવામાં આવશે.

Most Popular

To Top