Entertainment

આલિયા ભટ્ટે કરોડોની પ્રોપર્ટીમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ, બે ફલેટ બહેન શાહિનને ગીફટમાં આપ્યાં

મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) હાલમાં પોતાને દબદબો બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલ ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચા પાછળનું કારણ તેની કોઈ ફિલ્મ (Film) નથી પણ આલિયાએ કરેલું ઈન્વેસ્ટમેન્ટ (Investment) છે. હાલ તે પોતાના નવા ઘરમાં કન્સ્ટ્રકશન તો કરવી રહી છે પણ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેણે બ્રાંદ્રાના પાલીમાં બીજું એક નવું ઘર લીધું છે. તેણે ત્રણ ઘરમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે જેમાંથી બે ઘર તેણે તેની બહેન શાહીન ભટ્ટને ભેટરુપે આપ્યાં છે. બંને પ્રોપર્ટી સંબંધિત ટ્રાન્ઝેક્શન 10 એપ્રિલના રોજ થયા હતા. જાણકારી મુજબ જે ઘરમાં તેઓ કન્સટ્રકશન કરાવી રહ્યાં તે નવા ઘરમાં 8 માળ હશે, જેમાં ઇન્ડોર સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, ઓફિસ સ્પેસ, પ્લે એરિયા અને પાર્કિંગ જેવી સુવિધાઓ હશે. માનવામાં આવે છે કે આલિયાની સાસુ નીતુ કપૂર પણ આ ઘરમાં તેમની સાથે રહેશે.

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, અભિનેત્રીના નામ પર આ દસ્તાવેજો indextap.com પર જોઈ શકાય છે. આ દસ્તાવેજ અનુસાર, આલિયાએ ખરીદેલું આ એપાર્ટમેન્ટ 2,497 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. અને આ ઘર એરિયલ વ્યુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં છે. જ્યારે અભિનેત્રીએ આ રહેણાંક મિલકત ગોલ્ડ સ્ટ્રીટ મર્કન્ટાઈલ કંપની પાસેથી ખરીદી છે. ફ્લેટ 10 એપ્રિલ 2023 ના રોજ નોંધાયેલ છે. આલિયાએ આ ફ્લેટ 37.80 કરોડમાં ખરીદ્યો છે. સાથે જ 2.26 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આલિયાએ વધુ બે ઘર ખરીદ્યા છે, જે તેણે તેની બહેન શાહીનને ભેટમાં આપ્યા છે. આલિયાએ ઈનામી સર્ટિફિકેટ દ્વારા આ કર્યું છે. એક સાઇટ અનુસાર, આલિયાએ ખરીદેલું આ બીજું ઘર 7.68 કરોડનું છે, જે જીજી એપાર્ટમેન્ટ, એબી નાયર રોડ, જુહુમાં છે. બહેનને ભેટમાં આપેલું પહેલું ઘર 1,197 ચોરસ ફૂટનું છે જ્યારે બીજો ફ્લેટ 889.75 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ ઘરો માટે પણ આલિયાએ 30.75 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ સાથે અભિનેત્રીને કાર પાર્કિંગનો સ્લોટ મળ્યો છે. આલિયાએ આ તમામ પ્રોપર્ટી તેના પ્રોડક્શન હાઉસ ઈટર્નલ સનશાઈન પ્રોડક્શનના નામથી ખરીદી છે.

આલિયા ભટ્ટે હાલમાં જ મુંબઈના બાંદ્રા પાલી હિલના પોશ વિસ્તારમાં એક પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અહેવાલો અનુસાર આલિયાએ તેના પ્રોડક્શન હાઉસ ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. આલિયાના આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 38 કરોડ છે. આલિયાએ આ બંને ફ્લેટ 2015માં અનુપમ ખેર અને તેની પત્ની કિરણ ખેર પાસેથી 8.99 કરોડમાં ખરીદ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો હવે બંને ઘરની કિંમત 7.68 કરોડ રૂપિયા છે. આલિયાએ આ ગિફ્ટ પ્રાઈઝ સર્ટિફિકેટ દ્વારા આપી છે.

Most Popular

To Top