Entertainment

સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાનને ICUમાં ખસેડવામાં આવતા આલિયા ભટ્ટ એરપોર્ટથી પરત આવી

મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટના (Alia Bhatt) નાના નરેન્દ્ર રાઝદાનને હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત નાજુક છે. નરેન્દ્ર રાઝદાન સોની રાઝદાનના પિતા છે અને તેઓ 95 વર્ષના છે. અહેવાલો અનુસાર આલિયા ભટ્ટ એક એવોર્ડ શો (Award Shop) માટે વિદેશ જવાની હતી, પરંતુ હવે તેણે તેના નાનાની ગંભીર હાલતના કારણે તેણે પોતાના તમામ પ્રોગ્રામ કેન્સલ કરી દીધા છે.

  • આલિયા ભટ્ટ એક એવોર્ડ શો માટે વિદેશ જવાની હતી
  • નરેન્દ્ર રાઝદાનને ફેફસામાં ચેપ લગ્યો છે જેનાં કારણે તેમને તબિયત લથડી છે

આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર રાઝદાનને છેલ્લા કેટલાક સમયથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ફેફસામાં ચેપ લગ્યો છે જેના કારણે તેમની હાલત હવે વધારે નાજુક થઈ ગઈ છે. જાણકારી મુજબ સવારે હોસ્પિટલમાંથી ભટ્ટ પરિવારજને ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ડોક્ટર નરેન્દ્ર રાઝદાનને આઈસીયુમાં શિફ્ટ કરવા માગે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટ એરપોર્ટ પર પોતાના આગામી પ્રોગ્રામ માટે વિદેશ જઈ રહી હતી પણ તેને પોતાના નાનાની તબિયત અંગેની જાણ થતાં જ તે એરપોર્ટથી પરત ફરી હતી.

આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
આલિયા ભટ્ટને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તે RRR માં પણ જોવા મળી હતી. RRRએ પણ ધૂમ મચાવી હતી. આલિયા ભટ્ટ આગામી સમયમાં કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે જેમાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર બે દિવસ પહેલા KJoના 51માં જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આલિયા ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે પણ જોવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Most Popular

To Top