નવી દિલ્હી : બૉલીવુડના (Bollywood) સ્ટાર સ્લેબ્સ સાથેની છેતરપીંડીના (Fraud) કિસ્સાઓ આજકાલ ઘણા વધી રહ્યા છે. હવે મહાભારત ફેમ (Mahabharata fame) પુનિત ઇસ્સારને (Punit Issar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.તેઓ એક છેતરપિંડીનો ભોગ બન્યાની પોલીસ કમ્પ્લેન કરી હતી.એક વ્યકિતએ તેમનું ઈમેલ એકાઉન્ટને હેક કરી લીધું હતું અને લખો રૂપિયાનું ફ્રોડ કરવાની કોશિશ કરી હતી. જોકે આ કેસમાં આરોપીની અટકાયત થઇ જતા પુનિતે રાહત અનુભવી છે.પ્રાપ્ત જાણકારી મુજબ દક્ષિણ મુંબઈમાં તેમના એક શોનું આયોજન કરાયું હતું દરમ્યાન આરોપીએ પહેલા તેમનું ઈમેલ હેક કર્યો હતો અને ત્યારબાદ 13 લાખનું ગબન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈમેલ મારફતે પુનિત ઇસ્સારનું થિયેટર બુકિંગ કેન્સલ કર્યું હતું
ઓશિવારા પોલીસ વિભાગના સાયબર સેલના અધિકારીઓએ એક્ટર પુનીત ઈસારનું ઈમેલ આઈડી હેક કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે આ વ્યકિતએ એક ઈમેલ મારફતે પુનિત ઇસ્સારનું થિયેટર બુકિંગ કેન્સલ કર્યું હતું અને તેને પોતાના ખાતામાં 13 લાખ 76 હજાર રૂપિયા જમા કરાવવા માટેનો એક મેઈલ મોકલ્યો હતો. ઈમેલ એકેઉન્ટ ચેક કરાવતા ટેક્નિકલ ટીમે આખી હકીકતનો ફોડ પાડતા મામલો ખુલ્લો થયો હતો.
મેલ આઈડી હેક થયાની શંક જતા પોલીસ ક્મલેન કરવામાં આવી હતી
પુનીત ઈસ્સારે તેમના હિન્દી નાટક ‘જય શ્રી રામ’ માટે NCPA થિયેટર બુક કરાવ્યું હતું. આ માટે તેને 13,76,400 રૂપિયા આપવામાં આવ્યા હતા. પુનીત આ નાટક 14 અને 15 જાન્યુઆરી 2023 ના રોજ કરવાનો હતો. તેણે તેની થિયેટર પ્રોડક્શન કંપનીના મેઈલ આઈડી દ્વારા આ માટે બુકિંગ કરાવ્યું હતું. 22 નવેમ્બરના રોજ જ્યારે પુનીત ઇસારે એનસીપીએને મેઇલ કરવા માટે તેનું મેઇલ આઇડી ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મેઇલ આઇડી ખુલ્યું ન હતું. ફોરગેટ પાસસવર્ડની પ્રક્રિયા પણ કરી હતી પણ તે છતાં મેઇલ આઇડી ખુલ્યો જ ન હતો. જે બાદ તેને શંકા થઈ કે તેનું મેઈલ આઈડી હેક થઈ ગયું છે. આ પછી અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સેટન્ટરલ મુંબઈમાં રહેતો હતો હેકર આરોપી
પુનીતનું એકાઉન્ટ હેક કર્યા બાદ મની ટ્રાન્સફરનો મેઈલ મોકલવામાં આવ્યો હોવાનો ફોડ પડતા પોલીસ તે એકાઉન્ટ નંબર દ્વારા સેન્ટ્રલ મુંબઈના માલવાણી વિસ્તાર પહોંચી હતી. જ્યાં અભિષેક સુશીલ કુમાર નારાયણ રહેતો હતો. સુશીલે તેના મોબાઈલમાંથી મેઈલ આઈડી હેક કરી લીધું હતું. સુશીલની ધરપકડ કરવામાં આવી છે અને તે 28 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.