નવી દિલ્હી: બોલિવુડમાંથી (Bollywood) એક ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટેજ (Stage) પર આવતાની સાથે જ પોતાના કેરેકટરમાં જઈ પરફોમ કરતી એકટ્રેસ (Actress) બેલા બોસે 79 વર્ષની ઉંમરે પોતાના છેસ્સા શ્વાસ લીધા છે. આ જાણકારી સામે આવતા જ બોલિવુડ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જાણકારી મુજબ બેલાએ 200 કરતા પણ વધુ ફિલ્મોમાં (Film) કામ કર્યું છે. 1950છી 1980 સુધી તેણે લોકોને મનોરંજન પૂરુ પાડ્યું છે. તેણે શિકાર. જીને કી રાહ, જય સંતોષી મા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે મલ્ટી ટેલેન્ટેડ એકટ્રેસ હતી. તે અભિનય કરતા પોતાના ડાંસ માટે પ્રખ્યાત હતી. કહેવાય છે કે તે જયારે પણ પરફોમ કરવા માટે સ્ટેજ પર આવતી તો અલગ જ દુનિયામાં જતી રહેતી હતી. તેણે મણિપુરી કલાસિકલ ડાંસમાં સિદ્ધી હાંસિલ કરી હતી.
બેલા બોઝે એક્ટર અને ફિલ્મ મેકર અસીસ કુમાર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી બેલા બોઝનો જન્મ કોલકાતામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેના પિતા કાપડના વેપારી હતા અને માતા હાઉસ વાઈફ હતા. બેલાના જીવનમાં એક નવો વળાંક આવ્યો જ્યારે બેંક ક્રેશ પછી તેનો પરિવાર નાદાર થઈ ગયો. આ પછી તેનો સમગ્ર પરિવાર મુંબઈ તરફ વળ્યો. પરંતુ થોડા સમય પછી તેના પિતાનું એક માર્ગ અકસ્માતમાં અચાનક અવસાન થયું હતું. તેના પિતાના મૃત્યુ પછી બેલાએ તેના પરિવારને ટેકો આપવા માટે ફિલ્મોમાં ઝંપલાવ્યું. જો કે બેલાએ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. બેલા શાળામાં એક ડાન્સ ગ્રુપમાં જોડાઈ અને વિવિધ સ્થળોએ પરફોર્મ કરવાનું શરૂ કર્યું.
સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી બેલાએ ફિલ્મોનો રસ્તો પસંદ કર્યો. 17 વર્ષની ઉંમરે બેલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ગુરુ દત્ત સાથેની “સૌતેલા ભાઈ” હતી, જે 1962માં રિલીઝ થઈ હતી. બેલાએ બંગાળી નાટકોમાં જબરદસ્ત અભિનય કર્યો હતો જેમાં મોટી હસ્તીઓએ તેના વખાણ કર્યા. ત્યાર પછી તેણે એક પછી એક ઘણી ફિલ્મો કરી. તેણે પોતાની આખી કારકિર્દીમાં 200 થી વધુ ફિલ્મો કરી છે. બેલા હંમેશા તેની અભિનય કૌશલ્યનો શ્રેય બંગાળી નાટકો અને કલાકારોને આપે છે.