નવી દિલ્હી: અક્ષયકુમારનું (Akshay Kumar) સ્ટારડમ અત્યારે ધૂમ્મસથી ઘેરાયેલું છે. શાહરૂખ ખાનની ફિલ્મ (Film) અત્યંત સફળ રહી પછી અક્ષય કુમાર તેની અપ કમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ 22 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે. હાલ અક્કી સેલ્ફીના પ્રમોશનમાં વ્યસ્ત છે. પણ વ્યસ્તતામાં પણ તેણે પોતાના ચાહકોને ખૂબ પ્રેમ આપ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન કે જયારે તે તેની ફિલ્મ સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યો હતો તે સમયે તેણે માત્ર 3 જ મીનિટમાં પોતાના ફેન્સ સાથે 184 જેટલી સેલ્ફી લીધી હતી જેણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
જણાવી દઈએ કે એક ઈવેન્ટમાં કે જયાં તે પોતાની અપકમિંગ ફિલ્મ સેલ્ફીનું પ્રોમોશન કરી રહ્યો હતો તે સમયે તે કેસરી રંગના જમ્પ સૂટમાં જોવા મળ્યો હતો આ દરમ્યાન તેણે માત્ર 3 મિનિટમાં પોતાના ફેન્સ સાથે 184 સેલ્ફી લીઘી હતી જે ગીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. આ અંગે અક્કીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે ‘મેં આજ સુધી જે પણ મેળવ્યું છે અને જીવનમાં જ્યાં પણ છું તે મારા ચાહકોના બિનશરતી પ્રેમને કારણે છું. આ તેમના માટે મારા તરફથી ખાસ ટ્રિબ્યૂટ છે.’વધુમાં અક્ષયે કહ્યું હતું, ‘મારા ચાહકોની મદદથી અમે 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો ગિનીઝ રેકોર્ડ તોડી નાખ્યો છે. તમામનો આભાર. હું હંમેશાં આ યાદ રાખીશ, હવે સેલ્ફી જ સેલ્ફી હશે. જે તમામને શુક્રવારે થિયેટરમાં જોવા મળશે.’
અક્કી જયારે સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે ફેન્સે એ વાત નોટિસ કરી હતી કે અક્ષયે ‘સેલ્ફી’ના પ્રમોશનમાં જે કપડાં પહેર્યા હતા તે જ કપડાં તેણે ‘લક્ષ્મી’ ફિલ્મના પ્રમોશન દરમિયાન પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે અક્ષય પહેલાં આ રેકોર્ડ ડ્વેન જોનસને બનાવ્યો હતો. 2015માં તેણે ત્રણ મિનિટમાં 105 સેલ્ફી ક્લિક કરી હતી.
આમ તો અક્ષયની ફિલ્મમાં અક્ષય પૂરતો હોય છે પણ આ વખતે તેની સાથે ઇમરાન હાશ્મી, નુસરત ભરુચા, ડાયના પેન્ટી છે. અક્ષય હોવાથી ફિલ્મમાં એકશન પણ છે અને ડાન્સ પણ છે. ‘મેં ખિલાડી તુ અનાડી’ ગીતને ફરી લોકપ્રિય રીતે રજૂ કરાયું છે. સફળતાનો મસાલો પૂરતો છે પણ સફળથાય પછી જ તેને સફળતાનો મસાલો ગણાવી શકાશે. પંચાવન વર્ષના થયેલા અક્ષય આ ફિલ્મથી કમબેક ઇચ્છે છે.