મુંબઇ: અભિનેત્રી સુષ્મિતા સેનની (Sushmita Sen) ધમાકેદાર વેબ સિરીઝ ‘તાલી’ (Taali) નું ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતાની સાથે જ સુષ્મિતાનું ગૌરી સાવંતનું પાત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ સિરીઝમાં તે ટ્રાન્સજેન્ડરની (Transgender) ભૂમિકામાં જોવા મળશે. તેની ‘તાલી’ આખા ટ્રેલરમાં ગુંજી રહી છે. ટ્રેલરમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું જીવન અને સંઘર્ષ બતાવતી જોવા મળે છે. જો કે થોડા સમય પહેલા આ સિરીઝનું ટ્રીઝર રીલિઝ થયું હતું, ત્યારથી જ ચાહકો ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા.
વેબ સિરીઝ ‘તાલી’ વાસ્તવિક જીવનના ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રી ગૌરી સાવંતના જીવન પર આધારિત છે. ગણેશથી ગૌરી સુધીની તેણીની સફર પીડા અને અપમાનથી ભરેલી હતી. ટ્રેલરમાં એક ડાયલોગ છે, જેમાં ગૌરીના પાત્રમાં લીલા અને લાલ રંગની સાડી પહેરેલી સુષ્મિતા સેન એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘હું તમને કહું છું કે સૌથી ડરામણી બાબત શું છે. જે દેશમાં કુતરા માટે પણ સમજણ છે પણ ટ્રાન્સજેન્ડર માટે નહીં, આવા દેશમાં તમારા જેવા લોકોની વચ્ચે રહેવું સૌથી ડરામણી બાબત છે.
તાલીનું ટ્રેલર સુષ્મિતા સેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ વીડિયોમાં અભિનેત્રીના લુક અને એટીટ્યુડથી તમે પણ પ્રભાવિત થઈ જશો. ટ્રેલર શેર કરતા લખ્યું, ‘ગૌરી આવી છે, આત્મસન્માન, સન્માન અને સ્વતંત્રતાની વાર્તા લઈને. #તાલી પાડો – વગાડો!’ આ ટ્રેલરમાં ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો સંઘર્ષ જોઈને તમારી આંખો ભીની થઈ જશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌરીના પાત્રમાં સુષ્મિતા સમાજમાંથી પોતાના અધિકારો માટે લડે છે. વેબ સિરીઝ ‘તાલી’માં જોવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌરી સમાજ સામે લડીને પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે બનાવે છે. અભિનેત્રીની દમદાર શૈલી બતાવવામાં આવી છે.
રવિ જાધવ દ્વારા દિગ્દર્શિત તાલીમાં સુષ્મિતા સેન ગૌરી સાવંતનો રોલ કરી રહી છે. આ વેબ સિરીઝ કોઈ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક જીવન પર આધારિત છે. જો કે આ સિરીઝ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. Jio સિનેમા પર તાલી ફ્રીમાં જોઈ શકાશે.