મંદિરા બેદીના ( mandira bedi) પતિ રાજ કૌશલનું ( raj kaushal) આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું મોત હાર્ટ એટેકથી ( heart attack) થયું હતું. રાજે એક અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની કારકિર્દીની ત્રણ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થોની કૌન હૈ’ નિર્દેશિત કરી છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ રાજ કૌશલના મોત પર શોક વ્યક્ત કર્યો છે.તેમને સવારે 4:30 વાગ્યે હાર્ટ-અટેક આવ્યો અને હોસ્પિટલ લઈ ગયા એ પહેલાં જ તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા. રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતો. તેણે કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. રાજ કૌશલની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે.
મંદિરા બેદી અને રાજ કૌશલની સૌ પ્રથમ 1996 માં મુકુલ આનંદના ઘરે મળી હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતો હતો. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ. મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999 ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા.
પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હતા
મંદિરા બેદી અને રાજ કૌશને 14 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા હતા. ખરેખર મંદિરાના માતાપિતા ઇચ્છતા હતા કે તેણી કોઈ ફિલ્મ નિર્દેશક સાથે લગ્ન કરે છે.મંદિરાએ પ્રેમના પ્રતીકનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા. 14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે ફેરા ફર્યા. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે.