Entertainment

શાહરૂખના પુત્ર આર્યનને જમવા માટે રેસ્ટોરન્ટમાં લઈ જવાય છે, વાંચવા માટે સાયન્સની બુક માંગી

ક્રૂઝ પર ડ્રગ્સ સાથે ઝડપાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની NCB ની કસ્ટડીમાં રાજકુમાર જેવી સરભરા કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. શાહરૂખના દીકરાને નજીકની રેસ્ટોરન્ટમાં લઈ જવામાં આવે છે, જ્યાં આર્યન બિરયાની સહિત તેની મનપસંદ વાનગીઓનો સ્વાદ માણતો હોવાનું જાણવા મળ્યું છે. આજે આર્યન અને તેના મિત્રોની કસ્ટડી પૂરી થઈ છે. ત્યારે ફરી એકવાર તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એનસીબી કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. આ દરમિયાન, એવા અહેવાલો મળ્યા છે કે, આર્યને અભ્યાસ માટે એનસીબીના અધિકારીઓ પાસેથી વિજ્ઞાનની પુસ્તકની માંગણી કરી હતી. તેમજ આર્યનને જમવા માટે દરરોજ નેશનલ હિન્દુ રેસ્ટોરન્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, આર્યન ખાને કસ્ટડીમાં રહેલા એનસીબી અધિકારીઓ પાસેથી અભ્યાસ માટે વિજ્ઞાનની પુસ્તકની માંગ કરવામાં આવી હતી. જે પૂર્ણ કરવામાં આવી હતી.

બીજો એવો અહેવાલ છે કે, આર્યન અને તેની સાથે ધરપકડ કરાયેલા તમામ લોકોને એનસીબી હેડક્વાર્ટર નજીક સ્થિત રાષ્ટ્રીય હિન્દુ રેસ્ટોરન્ટમાંથી જમવાનું આપવામાં આવે છે. એનસીબી ઓફિસમાં જમવા પર પ્રતિબંધ છે, જેના કારણે કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ લોકોને જમવા માટે બહાર લઈ જવામાં આવી રહ્યા છે.

આ અગાઉ NCB એ કોર્ટ સમક્ષ આર્યન ખાનની 11 ઓક્ટોબર સુધીની કસ્ટડી માંગી હતી પરંતુ કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજૂરી આપી હતી. આજે તેના રિમાન્ડ પૂરા થયા છે. આ અગાઉ આર્યનના ફોનમાંથી NCB એ કેટલીક વાંધાજનક તસવીરો શોધી કાઢી હતી. ફોનમાં ડ્રગ્સના સ્ટોકના ફોટા પણ મળ્યા છે. આ ઉપરાંત વોટ્સએપ ચેટ્સમાં કેટલાંક કોડ મળ્યા છે, જે ડ્રગ્સ નેક્સેસ સંબંધિત હોવાનું માનવામાં આવે છે. ડ્રગ લિંગ અને નેક્સેસ ઉઘાડું પાડવા માટે આયર્ન ખાનને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરવી પડશે એમ NCB એ કોર્ટ સમક્ષ દલીલ કરી છે.

વોટ્સએપ ચેટ્સમાં કેટલાંક કોડસ સામેલ છે. જે ડ્રગ્સ સંબંધિત છે. આર્યન ડ્રગ્સ પેડલર્સ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં સામેલ હોવાની NCB ને આશંકા છે.

Most Popular

To Top