Entertainment

આ બોલીવુડ એક્ટરની મુંબઇ એરપોર્ટથી થઇ ધરપકડ, ટ્વીટ કરી કહ્યું- જો હું મરી જઈશ…

મુંબઇ: બોલીવુડ (Bollywood) અભિનેતા-ફિલ્મ નિર્માતાની મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેની સામે 2016માં કેસ નોંધવામાં આવ્યો હતો, જે અંતર્ગત તે દેશ છોડી શકે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે કમાલ રાશિદ ખાન (Kamal Rashid Kahn) ન્યૂ યર સેલિબ્રેટ કરવા દુબઈ (Dubai) જઈ રહ્યો હતો, તે પહેલા પોલીસે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી. કમલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સાથે જ લખ્યું છે કે જો તેમને કંઇ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે?

પોતાના વિવાદાસ્પદ ટ્વિટ માટે પ્રખ્યાત કમલે તાજેતરમાં જ ટ્વિટ કરીને પોતાના જૂના કેસ અને ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. કમલે ટ્વીટમાં સંપૂર્ણ વિગતો આપી હતી. કમલે લખ્યું- હું એક વર્ષથી મુંબઈમાં છું. હું કોર્ટની તમામ તારીખોમાં સમયસર હાજર રહું છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી જ મારી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હું 2016માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છું.

આ સાથે કમલે પોતાના ટ્વીટમાં સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું – સલમાન ખાન કહે છે કે તેની ફિલ્મ ટાઈગર 3 મારા કારણે ફ્લોપ થઈ છે. જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન કે જેલની અંદર મૃત્યુ પામું તો તમે બધા જાણી લો કે તે હત્યા છે. અને તમે બધા જાણો છો કે કોણ જવાબદાર છે. આ સાથે કમલે પોતાના ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ન્યૂઝ ચેનલોને પણ ટેગ કર્યા છે.

કમાલ ઘણીવાર સેલેબ્સ વિશે વિવાદાસ્પદ ટ્વિટ કરે છે. કમાલ પર કોઈ કારણ વગર સેલેબ્સને બદનામ કરતી ટ્વિટ કરવાનો આરોપ છે. આ કેસમાં તે ઘણી વખત જેલ જઈ ચુક્યો છે. કમલની 2022માં પણ બે વખત ધરપકડ થઈ ચૂકી છે. સૌથી પહેલા ઈરફાન ખાન અને ઋષિ કપૂરને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2016માં વિક્રમ ભટ્ટે પણ કમલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કમલના ફિટનેસ ટ્રેનરે પણ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી કમલની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top