National

દિલ્હીના નરેલાની ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગજની, ત્રણ ભૂંજાયા, છ ગંભીર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કાળઝાળ ગરમી વચ્ચે આગજનીની (Fire) ઘટનાઓ વધી રહી છે. ત્યારે શનિવારે વહેલી સવારે નરેલા (Narela) વિસ્તારમાં આવેલા ભોરગઢ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ આગજનીની ઘટના બની હતી. અહીં એક ફૂડ ફેક્ટરી મોડી રાત્રે બોઇલર ફાટવાથી (Boiler blast) ભીષણ આગ લાગી હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ નરેલામાં આવેલી શ્યામ કૃપા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં શનિવારે વહેલી સવારે 3.00 વાગ્યે બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી, જેમાં 3 લોકો આગની લપેટમાં આવ્યા હતા. તેમજ છ લોકો ગંભીર રીતે ગાઝી ગયા હતા. આ સિવાય આ આગજનીમાંથી 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળે પહોંચેલે ફાયરની ટીમે તમામ ઘાયલોને નરેલાની SHRC હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા અને અન્યને સારવાર માટે સફદરગંજ હોસ્પિટલમાં રેફર કર્યા હતા.

ફેક્ટરીમાં આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. તેમજ અફરાતફરી વચ્ચે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા અને કારખાનાના કામદારો પણ મદદ માટે જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા. દરમિયાન લોકોએ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.

નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ દિલ્હી ફાયર સર્વિસના ફાયર કર્મીઓએ લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતી. તેમજ કુલીંગનું કાર્ય શરૂ કર્યુ હતું. ત્યાર બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આગજનીની ઘટના બોઇલરમાંથી ગેસ લીક થવાને કારણે બની હતી. અસલમાં આજે એટલેકે શનિવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં ગેસ બર્નર પર કાચા મગ શેકવામાં આવી રહ્યા હતા. દરમિયાન પાઈપલાઈનમાંથી ગેસ લીક ​​થવાને કારણે આગ લાગી હતી, જેના કારણે કોમ્પ્રેસર ગરમ થઈ ગયું હતું અને ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારે ઘતના સામે આવ્યા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસે આ મામલે જણાવ્યું કે, તેઓએ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Most Popular

To Top