અમદાવાદ: બોગસ માર્કશીટ (Bogus Marksheet) બનાવીને વિદેશ મોકલવાના કૌભાંડનો (scams abroad) અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પર્દાફાશ કરીને ત્રણ આરોપીની (three accused) ધરપકડ કરી (Arrested) તેમની પાસેથી 31 જેટલી ડુપ્લીકેટ માર્કશીટ (Duplicate Mark Sheet) જપ્ત કરી, કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય ભેજાબાજો ધોરણ 12માં ઓછા માર્ક્સ આવ્યા હોય તેવા લોકોને પણ બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલતા હતા.
વિદ્યાર્થીઓને ગેર કાયદેસર વિદેશ મોકલતા હતા
અમદાવાદ શહેરની એલિસબ્રિજ પોલીસે બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાના કૌભાંડમાં આરોપી મનીષ ઝવેરી, નીરવ વખારિયા અને જીતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી ડુપ્લીકેટ માર્કશીટ બનાવી ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને વિદેશ મોકલતા હતા. આ કોભાંડનો માસ્ટરમાઈન્ડ મનીષ ઝવેરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેણે શહેરના આંબાવાડી વિસ્તારમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી હતી.
માર્કશીટોમાં પણ ગડબડ કરાઈ હતી
ઉપરાંત તે ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ હોવાનું પણ તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે. આરોપીઓ ધોરણ 12ની માર્કશીટમાં ચેડા કરી 46 માર્કસ હોય તો 86 કે 76 માર્કસ કરીને માર્કશીટની ઝેરોક્ષ યુકે યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતા હતા. જો વિદેશમાં વિદ્યાર્થીનું એડમિશન પાકુ થઈ જાય તો અસલી માર્કશીટમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિદ્યાર્થીઓને વિદેશ મોકલતા હતા. પોલીસે આ કોભાંડમાં અમદાવાદ બહાર પણ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ શરૂ કરી છે.