વડોદરા: જર ,જમીન અને જોરૂ છે કજીયાના છોરું ને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા બે મિલકતો માટે અગાઉ આર.આર.કે.પ્રોપર્ટીઝ નામની ભાગીદારી પેઢી ઉપર કરોડોનું ધિરાણ મેળવ્યું હોવા છતાં ભેજાબાજ સાળાએ બનાવટી દસ્તાવેજોના આધારે તેની પત્નીના નામે પાવર ઓફ એટર્ની તૈયાર કરીને સાંઠગાંઠથી આજ બંને મિલકતો ઉપર અન્ય બેંકમાંથી ૩.૯૫ કરોડની કેશ ક્રેડીટ મેળવીને બનેવી સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હોવા અંગેનો ગુનો સયાજીગંજ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના ગોત્રી ખાતે વિમા દવાખાના પાછળ આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા સમીર સુરેન્દ્રભાઇ જોષીએ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેઓએ વર્ષ ૨૦૧૦-૧૧ માં સુનીતા બેન મનોજકુમાર ચંદીરામાની પાસેથી ગોત્રી વિસ્તારમાં રામેશ્વર વિદ્યાલયની સામે આવેલી જુની મિલકત વેચાણથી રાખી હતી.ત્યારબાદ જોષી જ્યોતીપ્રસાદ મુળ શંકર પાસેથી અલકાપુરી અરૂણોદય સોસાયટીમાં જુનું મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ્ કર્યું હતું.
જ્યા રહેણાંક ફ્લેટ બનાવવાનું નક્કી કરી ડેવલોપ કરવા માટે આર.આર.કે. પ્રોપર્ટી જવા પામે ભાગીદારી પેઢી બનાવી હતી.જેમા પાંચ ભાગીદાર હતાં.મારો સાળો સુકુમાર પ્રફુલચંદ્ર જોષી,સાસુ રંજનબેન જોષી,મારા કાકાની દીકરી પ્રિતિ બેન જાની અને લીલાબેન વ્યાસનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત બંને મિલકતો ઉપર બાંધકામ કરવા માટે અમારી પેઢીના નામે બેંક ઓફ બરોડા આત્મજ્યોતી શાખામાંથી રૂપિયા ૪.૪૩ કરોડનું ધિરાણ મેળવ્યું હતું. વર્ષ ૨૦૧૪ માં પેઢીમાંથી પ્રિતિ બેન આને લીલાબેન છુટાં થયા હતાં.અમારા સાળા નિયમિત હપ્તા ભરતા ન હોય બેંકે અમારું એકાઉન્ટ એનપીએ કર્યું હતું.બંને સ્થળે ફ્લેટનું બાંધકામ પૂર્ણ થયા હતાં.ગત તા.૧૮-૧૧-૨૦૧૦ માં સાળા સુકુમાર જોષીએ મારા નામે બોગસ પાવર ઓફ એટર્ની નોકરી એચ.જે.ઝાલા પાસે તૈયાર કરાવી દીધા બાદ ઉપરોક્ત બંને ઓપન પ્લોટો હોવાનું દર્શાવ્યું હતું.
અને બનાવટી દસ્તાવેજોના આધારે સુકુમારે તેની પત્નીના નામે દસ્તાવેજ કર્યો હતો.તેમજ આ બંને પ્લોટો ઉપર બાંધકામ કરવા માટે તેને ડી.ડી.એચ. નામની ભાગીદારી પેઢી બનાવી હતી.જેમા ભાગીદાર તરીકે બીના સુકુમાર જોષી,ધ્રુમીલ સુકુમાર જોષી, વંદનાબેન એન.જોષી (તમામ રહે શ્રી જ્ઞાન જીવન રેસીડેન્સી કમલા પાર્ક સોસાયટી, કારેલીબાગ) તથા નટવરભાઈ ડી. પરમાર (રહે શક્તિનગર સોસાયટી, વી.આઇ.પી રોડ, કારેલીબાગ) હતાં.
ઉપરોક્ત બંને સ્થળે બાંધકામ પૂર્ણ થઇ ગયું હોવાં છતાં ડી.ડી.એચ.ના ભાગીદારો એ બાંધકામ કરવાના હેતુથી સિન્ડિકેટ બેંક અલકાપુરી શાખામાંથી પાંચ કરોડની પ્રોજેક્ટ લોનની માંગણી કરી હતી.બેક દ્વારા તેઓના વકીલ કિશોરભાઈ એ ટાઇટલ ક્લિયરન્સના દસ્તાવેજ આપ્યા હતા.આમ સાંઠગાંઠથી પૂર્વ આયોજિત કાવત્રું રચીને સિન્ડિકેટ બેંકમાંથી પાંચ કરોડની લોન મંજુર કરાવી દીધા બાદ વિશ્વાસઘાત કર્યો હતો.