સુરત:નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોથા માળે એક યુવક ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી આંટા ફેરા મારતો હતો સીક્યુરિટી ને શંકા જતાં તેને પકડ્યો હતો.યુવકને પકડ્યો ત્યારે તે દારૂના નશાની હાલતમાં હોવાનું લાગ્યું હતું. યુવક કંઈ પણ બોલ્યા વગર સતત હસતો હતો. જેથી સિક્યુરિટી ઇન્ચાર્જ તેમની ઓફિસમાં લઈ જઇ વધુ પૂછ પરછ કરતા તે બોગસ ડોક્ટર હોવાનું માલુમ પડ્યું હતું. નવી સિવિલના સંચાલકો દ્વારા અંતે પોલીસ બોલાવી પડી હતી. નકલી ડોક્ટર ને ખટોદરા પોલીસ પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- સિવિલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી આંટા ફેરા મારતો ત્યારે સિક્યુરિટી ગાર્ડે શંકા જતાં ડોક્ટરને પકડ્યો, દારૂ પીધેલો હતો
ખટોદરા પોલીસ પાસે મળતી માહિતી મુજબ નવી સિવિલમાં આજે સવારે એક યુવક કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો. હોસ્પીટલમાં સારવાર લેવા આવતા અને તેમની સાથે આવતા લોકો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા. પરંતુ પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ યુવક પર શંકા જતાં સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો. યુવકની ડોક્ટર છે કે નહીં તેની તેને પૂછપરછ કરવામાં આવી હતી.
યુવક પાસે ડોક્ટર હોવાના કોઈ પૂરાવા હતા નહીં .સીક્યુરિટીએ યુવકને ક્યાનો ડોક્ટર છે તે પૂછતાં તે તેનો જવાબ નહીં આપી ફક્ત હસી રહ્યો હતો.સીક્યુરિટીને તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જણાતા તે બોગસ ડોક્ટર હોવાનું મામલ પડ્યું હતું. બાદમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં લઇ જઈ વધુ પૂછપરછ કરતા તે બોગસ તબીબ હોવાની ખરાઈ થઈ ગઈ હતી જેથી તેને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
આરએમઓ ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, દારૂના નશામાં હોવાથી ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી લોકોમાં સોંપો પાડી રહ્યો હતો. યુવકને સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં લઇ જઈ પૂછપરછ કરતા તે ડોક્ટર નહીં પણ બોગસ ડોક્ટર નીકળ્યો હતો. તેની વધુ પૂછપરછ કર્તા તેનું નામ તેણે શિવાજી રાવ કહ્યું હતું. યુવક સગરામપુરા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. નવી સિવિલના સંચાલકોએ ખટોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.