Dakshin Gujarat

કેનેડામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનો મૃતદેહ આમોદ લાવવામાં આવ્યો

ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદમાં રહેતા યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેના મૃતદેહને વિમાન દ્વારા તેના વતન આમોદ લાવવામાં આવ્યો હતો.

મૂળ આમોદના વતની અને કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેનો મૃતદેહ વિમાન દ્વારા તેના વતન પરત લાવવામાં આવ્યો છે. ઋષભકુમાર રોહિત કુમાર લિંબાચિયાનું ગત-13મી ફેબ્રુઆરીએ કેનેડામાં ગોઝારા માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. ઉલ્લેખનીય એ છે કે 15 દિવસ અગાઉ કેનેડામાં બે યુવકો, એક યુવતી સહિત ત્રણનાં અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

જેમાં એક વિદ્યાર્થી આમોદનો છે અને બીજો પંજાબનો છે. કેનેડાનાં બ્રેમ્પટનમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે જંબુસરના ધારાસભ્યને માહિતી મળતાં તાત્કાલિક કલેક્ટરને ફોન કરીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને આમોદ લાવવા માટે પ્રયાસ કર્યા હતા. જેના પગલે ઋષભના મૃતદેહને તેના વતન આમોદ લાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top