SURAT

રાંદેરમાં ગુમ થયેલા શ્રમજીવીનો મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળ્યો

સુરત: રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanpur Patiya) વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી (Labour) ગુમ થયો હતો. જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત (Died) હાલતમાં મળી આવ્યો હતો. ખાડામાં કોઇનો મૃતદેહ (Died Body) પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો (Public) ભેગા થઇ ગયાં હતાં. તેમજ ચકચારી મચી ગઇ હતી. હાલ પોલીસે (Police) ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસથી એટલે કે 17 ડીસેમ્બરથી ગુમ ધર્મેશભાઈ 19 ડીસેમ્બરના રોજ બપોરે ઘર નજીકની ઝઘડિયા ચોકડી પાસેના મેટ્રો પ્રોજેક્ટના પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યો હતો. બેદિવસ અગાઉ મૃતક ધર્મેશ પોતાની બહેનને સાસરી જવા માટે ગામના નાકા પર મુકવા ગયો હતો. દરમિયાન પાછઅ વળતી વખતે તે અકસ્માતને ભેટ્યો હતો.

ત્યાર બાદ ધર્મેશ નજીકના મેટ્રોના પાણી ભરેલા ખાડામાં પડી જતા, પરિવારને તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. આખરે ભીડને જોઇ ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીના બનેવીએ સાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર મામલે મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ એનો ક્યાંય પત્તો નહિં લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી. દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતાં. ત્યારે ઘટના સ્થળે ઉભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઇનો મૃતદેહ હોવાની વાત કરી હતી. જે સાંભળ્યા બાદ બનેવીએ વધું તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજું કોઇ નહીં પરંતુ સાળો ધર્મેશ જ હોવાની ઓળખ કરી હતી.

વધુમાં મૃતકના પરિવારે કહ્યું હતું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત જ થઇ રહી છે. ત્યારે પાલનપુર જકાત નાકા વિસ્તારમાં ચાલી રહેલ મેટ્રોની કામગીરિ દરમિયાન રાહદારીઓ કે વાહન ચાલકોની સુરક્ષાને લઈ કોઈ બેરીકેટ કે દોરા લગાડવામાં આવ્યા નથી. સામાન્ય અકસ્માતમાં પણ વાહન ચાલક કે રાહદારી સીધો ખાડામાં જ પડે એનું ઉદાહરણ રૂપ કિસ્સો આજે સામે આવ્યો છે. તેમજ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવતા ઘટના બન્યા બાદ તાત્કાલિક બેરીકેટ ગોઠવી પોતાની લાપરવાહી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે અમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ.

Most Popular

To Top