બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય એટલે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં એમના વાલીઓનો તણાવ પણ વધી જતો હોય છે. વાલીઓની અપેક્ષા એવી હોય છે કે તેમનું સંતાન ખૂબ જ ઊંચી ટકાવારી મેળવે જેને પરિણામે બાળકો ખૂબ જ ટેન્શન અનુભવે છે. બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ખૂબ જ દબાણને કારણે હતાશામાં ધકેલાઈ નહીં જાય તેનું વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીએ પોતાની આખા વર્ષની મહેનત વેડફાઈ નહીં જાય તે માટે પરીક્ષાનો ભય મનમાંથી કાઢીને નાખીને પરીક્ષા આપવી જોઈએ. પોતાની સમગ્ર વર્ષની તૈયારી પર વિશ્વાસ રાખીને વિદ્યાર્થી મુક્ત અને પ્રફુલ્લિત મને પરીક્ષા આપે તે ખૂબ જ જરૂરી છે.
વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર ઉપસ્થિત નહીં થાય તે માટે વાલીઓએ પણ સંતાનોને સતત હુંફ, પ્રેરણા તથા પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વિના પોતાની જાત પર ભરોસો રાખીને પરીક્ષાનો ભય છોડીને પરીક્ષા આપવી જોઈએ. વાલીઓએ ધ્યાન આપવું જોઈએ કે બોર્ડની પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી. મા-બાપે પણ સંતાનની બોર્ડની પરીક્ષા દરમિયાન હકારાત્મક ભૂમિકા ભજવવાની છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને જવલંત સફળતા મેળવે તે માટે હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.